________________
પાટણની પશ્ચિમમાં વસેલું હતું. જે સમયે શાંતિસૂરિનો જન્મ થયો, તે સમયે ગુજરાતના મહાપ્રતાપી રાજા ભીમ અણહિલપુર-પાટણમાં ગુજરાતના રાજસિંહાસન પર વિરાજમાન હતા. તે સમયે થારપ્રદગચ્છના આચાર્ય વિજયસૂરિની કીર્તિ દિગ્દિગંતમાં ફેલાઈ રહી હતી.
શ્રેષ્ઠીવર ધનદેવે પોતાના પુત્રનું નામ ભીમ રાખ્યું. એક વખત વિજયસિંહસૂરિ ગ્રામાનુગ્રામ વિચરણ કરતા-કરતા ઉન્નતાયુ ગામમાં આવ્યા. તેમણે ત્યાં અનેક શુભ લક્ષણોથી સંપન્ન આજાનુભુજ બાળક ભીમને જોયો. બાળક ભીમનાં અસાધારણ શુભ લક્ષણોને જોઈને વિજયસિંહ આચાર્યે અનુભવ્યું કે - “આ બાળક સમય આવ્યે ધર્મસંઘના સંચાલનના મહત્તમ ભારને વહન કરવામાં (ઊંચકવામાં) સક્ષમ અને જિનશાસનનો ઉન્નાયક થશે.”
આચાર્ય વિજયસિંહ શ્રેષ્ઠી ધનદેવના ઘરે ગયા અને તેમને ધનદેવ પાસે તેના પુત્ર ભીમની માગણી કરી. ધનદેવે આને પોતાનું સૌભાગ્ય માનીને હર્ષાવિત થઈને (હરખઘેલા થઈને) પોતાના પુત્ર ભીમને આચાર્યશ્રીનાં શ્રીચરણોમાં સમર્પિત કરી દીધો.
વિજયસિંહાચાર્યે પ્રતિભાશાળી બાળક ભીમને બધી રીતનું યોગ્ય શિક્ષણ આપ્યું. સુયોગ્ય થવાથી ભીમને શ્રમણધર્મમાં દીક્ષિત કર્યો અને તેનું નામ શાંતિમુનિ રાખ્યું. શાંતિમુનિએ નિષ્ઠાની સાથે શાસ્ત્રોનું અધ્યયન કરવાનો પ્રારંભ કર્યો અને ક્રમશઃ તેમણે બધી કળાઓ, વિદ્યાઓ અને આગમોનું જ્ઞાન પ્રાપ્ત કરીને તેમનામાં નિષ્ણાતતા પ્રાપ્ત કરી.
આચાર્ય વિજયસિંહે પોતાના સુયોગ્ય શિષ્ય શાંતિમુનિને બધી વિદ્યાઓમાં પારંગત અને સંઘભારને વહન કરવામાં પૂર્ણતઃ સક્ષમ સમજીને તેમને શુભ મુહૂર્તમાં આચાર્યપદ પ્રદાન કર્યું. પોતાના સુયોગ્ય ઉત્તરાધિકારીને પોતાના ગચ્છનો ભાર સંભળાવીને વિજયસિંહસૂરિએ સંલેખના અને અનશનપૂર્વક આયુષ્ય પૂરું કરીને સ્વર્ગારોહણ કર્યું. - આચાર્ય શાંતિસૂરિએ અનેક પ્રતિવાદીઓને પરાજિત કરીને પોતાના ગચ્છની પ્રતિષ્ઠામાં ઉત્તરોત્તર અભિવૃદ્ધિ કરી. તેમની કીર્તિ દિગ્દિગંતમાં પ્રસરવા લાગી. અણહિલપુર-પાટણમાં મહારાજા ભીમની રાજસભામાં તેમને કવીન્દ્રનું પદ આપવામાં આવ્યું. તે સમયના ઉચ્ચ કોટિના વિદ્વાનોમાં તેમની ગણના થવા લાગી. ૨૫૮ 2696969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)