________________
ક્ષેમની પૂછપરછ બાદ આમરાજે બપ્પભટ્ટીને કાન્યકુબ્બે રાજ્યના પટ્ટહસ્તી (મુખ્યગજરાજ) પર બેસીને નગરપ્રવેશ કરવાની પ્રાર્થના કરી.
બપ્પભટ્ટીએ કહ્યું : “રાજનું! મેં બધાં જ પ્રકારનાં સાવદ્ય કાર્યોનો ત્યાગ કરીને પંચ મહાવ્રત ધારણ કરેલું છે. પટ્ટહસ્તી પર બેસવાથી મારા શ્રમણાચારમાં અતિચાર (દોષ) લાગશે.”
આથી આમરાજે કહ્યું : “ભગવન્! મેં આપની સમક્ષ પહેલાંથી જ પ્રતિજ્ઞા કરેલી છે કે - “મને રાજ્ય મળશે, તો તે રાજ્ય હું આપને આપી દઈશ. આ શ્રેષ્ઠ હાથી રાજ્યાભિષેકનું પ્રતીક છે. આના પર આપના બેસવાથી મારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે, અન્યથા પ્રતિજ્ઞા પૂરી નહિ કરવાનું શૂળ (કાંટો) જીવનપર્યત મારા હૃદયમાં ખટકતું રહેશે.”
આમ કહેતાં આમરાજે બપ્પભટ્ટીને પોતાના વિશાળ બાહુપાશમાં ખૂબ જ પ્રેમથી જકડીને બળપૂર્વક, અભિષેક માટેના હાથીની પીઠ પર શણગારેલી અંબાડીમાં મૂકેલા સિંહાસન ઉપર બેસાડી દીધા. નગરના પ્રવેશદ્વારથી રાજમહેલ સુધીના મુખ્ય માર્ગોની બંને બાજુ ઊભેલાં તમામ આબાલ-વૃદ્ધ નાગરિકોએ વિદ્વાન મુનિપુંગવ બપ્પભટ્ટીનું અભૂતપૂર્વ સ્વાગત કર્યું. - આમરાજે સંપૂર્ણ રાજકીયસન્માન સાથે બપ્પભટ્ટીને પોતાને ત્યાં રાખ્યા અને પોતાનો મોટા ભાગનો સમય તેમની સેવામાં રહીને ધર્મચર્ચા તથા કાવ્ય-વિનોદમાં પસાર કરવા લાગ્યો.
થોડા દિવસો પછી મહારાજા આમે પોતાના અમાત્યો અને પ્રભાવશાળી નગરજનોની સાથે મુનિ ભટ્ટીને આચાર્ય સિદ્ધસેનની સેવામાં એ પ્રાર્થના સાથે મોકલ્યા કે - “મુનિ ભટ્ટીને આચાર્યપદ આપી તેમને પુનઃ કાન્યકુબ્ધ જલદી મોકલવાની કૃપા કરે.'
બપ્પભટ્ટીને આચાર્યપદ માટે સર્વથા યોગ્ય સમજીને આચાર્ય સિદ્ધસેને રાજા આમની પ્રાર્થના સ્વીકારી લીધી. વિ. સં. ૮૧૧ની ચેત્ર કૃષ્ણા અષ્ટમીના દિવસે મુનિ બપ્પભટ્ટીને આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યું.
પોતાના મહાપ્રતિભાશાળી શિષ્યને પોતાનાથી દૂર નહિ રાખવાની આંતરિક ઇચ્છા હોવા છતાં પણ, ધર્મભાવના અને આમરાજની અનુરોધપૂર્ણ પ્રાર્થનાને ધ્યાનમાં રાખતા આચાર્ય સિદ્ધસેને આચાર્ય બપ્પભટ્ટીને કાન્યકુબ્સ માટે વિદાય કર્યા. જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૩) 96969696969696969696962 ૧૫૦