SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ બપ્પભટ્ટીને કાન્યકુબ્ધ તરફ વિદાય કરતાં સમયે આચાર્ય સિદ્ધસેને જરૂરી બોધ આપતા તેમને કહ્યું : “વત્સ! તમે જિનશાસનના ઉદયમાન જ્યોતિર્મય નક્ષત્ર છો. તમે યૌવનના પ્રવેશદ્વારે ઊભેલા છો. આ સમયે તમે એક સુસમૃદ્ધ જનપદના સ્વામી મહારાજા આમના પૂજનીય બનીને તેમની રાજસભામાં જઈ રહ્યા છો. તમારા સંપૂર્ણ જીવનમાં તમે એ વાત ક્યારેય ન ભૂલતા કે તરુણાવસ્થા (યૌવન) અને રાજા દ્વારા પૂજનીય થવું - આ બંને પ્રકારની સ્થિતિઓ પ્રાયઃ અનર્થકારિણી હોય છે. માટે તમે પોતાના જીવનમાં સદા સજાગ રહીને અપ્રમત્ત રૂપે રત્નત્રયની સાધના કરતા રહેજો.” ), પોતાના આરાધ્ય ગુરુદેવની શિક્ષા (સલાહ)ને શિરોધાર્ય કરતાં બપ્પભટ્ટીએ કહ્યું : “હું મારા ભક્તજનોના ઘરેથી ક્યારેય ભોજન ગ્રહણ નહિ કરું. આ સાથે જ હું એ પણ પ્રતિજ્ઞા કરું છું કે - “ભવિષ્યમાં જીવનપર્યત દૂધ, દહીં, ઘી, તેલ અને મીઠાઈ - આ પાંચેય વિગય અર્થાત્ વિકૃતિજન્ય પદાર્થોનું સેવન નહિ કરું.” બપ્પભટ્ટીએ પોતાની આ બંને પ્રતિજ્ઞાઓનું જીવનપર્યત પૂર્ણરૂપેણ પરિપાલન કરવા માટે તત્કાળ પોતાના ગુરુ સિદ્ધસેન પાસેથી વિધિવત્ વ્રત-નિયમ ગ્રહણ કર્યા. ત્યાર બાદ ગુરુને પ્રણામ કરી આચાર્ય બપ્પભટ્ટી વિહાર ક્રમથી કેટલાક દિવસો બાદ કન્નોજ પહોંચ્યા. આમરાજે મોટા મહોત્સવ સાથે આચાર્ય બપ્પભટ્ટીનો નગરપ્રવેશ કરાવ્યો. આ રીતે કાન્યકુબ્બમાં રહીને આચાર્ય બપ્પભટ્ટીએ પોતાના ઉપદેશામૃતથી રાજા અને પ્રજાને સન્માર્ગે અગ્રસર કરવા લાગ્યા. તેમના પ્રવચન સાંભળવા માટે દરરોજ દૂર-દૂરથી જનસમૂહ ઉત્સાહિત થઈને, સાગરની પ્રચંડ લહેરોની સમાન ઊમટી પડતો હતો. બપ્પભટ્ટીના ઉપદેશોથી આમરાજે અનેક જનકલ્યાણકારી કાર્યો કર્યા. પ્રજાજનોનાં માનસમાં ધર્મ-જાગૃતતાની અભિનવ લહેર ઉત્પન્ન થઈ અને લોકોમાં ધાર્મિક તથા લોકોપકારી કાર્યો કરવા માટેની હોડ (સ્પધ) લાગી ગઈ. બપ્પભટ્ટીના ઉપદેશથી આમરાજાએ બે મંદિરોનું નિર્માણ કરાવ્યું. રાજગુરુ રૂપે બપ્પભટ્ટીની ખ્યાતિ દિગ્દિગંતમાં ફેલાઈ ગઈ તથા આમરાજાના શાસનકાળમાં જૈન ધર્મને રાજ્યાશ્રય મળવાના પરિણામ સ્વરૂપ જિનશાસનની ઉલ્લેખનીય અભિવૃદ્ધિ થઈ. • [ ૧૫૮ 9999996369696969ણ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)
SR No.005687
Book TitleJain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages290
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy