________________
જ્ઞાનસંબંધરે મદુરામાં જૈનોના સામૂહિક સંહાર ને ધર્મપરિવર્તન કરાવવાની સાથે સાથે શૈવ ધર્મનો પ્રચાર-પ્રસાર કરવા માટે સ્થળેસ્થળે ફરી-ફરીને પોતાની કવિતાઓના માધ્યમથી જનમાનસમાં જૈનો અને બૌદ્ધોના પ્રતિ ઘૃણા ફેલાવવાનો પ્રયાસ (પ્રયત્ન) કર્યો.
તિરુઅપ્પર અને તિરુજ્ઞાનસંબંધર, આ બંને શૈવસંતો સમકાલીન હતા. આ બંનેના પ્રયત્નોથી તમિલનાડુમાં શૈવ ધર્મનો વિપુલ પ્રમાણમાં પ્રચાર-પ્રસાર થયો. ઇતિહાસકાર ડૉ. કે. એ. નીલકંઠ શાસ્ત્રીએ પલ્લવરાજ મહેન્દ્રવર્મનનો રાજ્યકાળ ઈ.સ. ૬૦૦ થી ૬૩૦ સુધીનો નક્કી કર્યો છે. જેનાથી આ સ્વતઃ પ્રમાણિત થઈ જાય કે, જ્ઞાન સંબંધરનો સમયકાળ પણ ઈસાની સાતમી સદીના પૂર્વાર્ધનો હતો.
અપ્પરનો સંક્ષિપ્ત પરિચય
અપ્પર પોતાની યુવાવસ્થામાં વર્ષો સુધી જૈન ધર્મના એક સંપ્રદાયના આચાર્ય જેવા મહત્ત્વપૂર્ણ પદ પર રહ્યા હતા. શૈવસંત બન્યા પછી અપ્પરે તમિલનાડુમાં જૈન ધર્મના સર્વતોમુખી વર્ચસ્વને સમાપ્ત કરવા માટે અને શૈવ ધર્મના વ્યાપક પ્રચાર-પ્રસાર માટે જે યુગ પરિવર્તનકારી કાર્ય કર્યાં, તે કાર્યો માટે તેમનું નામ જૈન અને શૈવ ધર્મોના ઇતિહાસમાં હંમેશાં ક્રમશઃ ગ્લાનિ (વિષાદ) અને હર્ષની સાથે યાદ કરવામાં આવશે.
અપ્પરે કાંચીપતિ પલ્લવરાજ મહેન્દ્રવર્મન (પ્રથમ) જેવા કવિ, વાશ્મી અને જૈન-ધર્માનુયાયી રાજાને, ન કેવળ શૈવ-ધર્માનુયાયી બનાવ્યા, પરંતુ જૈન ધર્મના પ્રબળ શત્રુ બનાવીને તેમના દ્વારા પોતાની ઇચ્છાનુસાર જૈન-ધર્માવલંબીઓ પર હૃદયદ્રાવક અત્યાચાર પણ કરાવ્યા. આનાથી અપ્પરના પ્રભાવનું અનુમાન સરળતાથી લગાવી શકાય છે.
શૈવ અને જૈન ધર્મના સાહિત્ય તથા શિલાલેખ વગેરેમાં અપ્પરના અપરનામ આ પ્રમાણે મળી આવે છે :
૧. તિરુઅપ્પર ૨. અપ્પર ૩. તિરુનાવુકરસર ૪. ધર્મસેન ૫. તિરુનાવુકરસર નાયનાર અને ૬. વાગીશ.
તિરુવાડી નામક ઇતિહાસપ્રસિદ્ધ નગરમાં અપ્પરને ધર્મપરિવર્તન કરાવીને જૈનસાધુથી શૈવસાધુ બનાવવામાં આવ્યો હતો. જ્યારે અપ્પર જૈનમુનિ અને પાલિકા(પાટલિપુરમ)ના પ્રાચીન જૈન શ્રમણ કેન્દ્ર જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) 33333333999: ૧૧૫