________________
પ્રબંધકોષકાર રત્નશેખરસૂરિએ આચાર્ય મલ્લવાદીના વિષયમાં પ્રભાવક ચરિત્રકાર'થી થોડું અલગ વર્ણન આપ્યું છે. એમણે આચાર્ય મલ્લવાદીને વલ્લભીના મહારાજા શીલાદિત્યનો ભાણેજ કહેતાં લખ્યું છે કે - “વલ્લભી પર કબજો કર્યા બાદ શીલાદિત્યએ પોતાની બહેનના લગ્ન ભૃગુકચ્છના રાજા સાથે કર્યાં. સમય જતાં શીલાદિત્યની બહેને મહાતેજસ્વી પુત્રને જન્મ આપ્યો. એનું નામ “મેલ' રાખવામાં આવ્યું. શીલાદિત્ય પ્રારંભમાં જૈન - ધર્માનુયાયી હતા. તેમણે શત્રુંજય પર્વત પર ચૈત્યનો ઉદ્ધાર કર્યો. એ સમયે વલ્લભીનો જૈનસંઘ એક સુગઠિત અને શક્તિશાળી સંઘ હતો.
એ જ દિવસોમાં એક મહાન તાર્કિક તથા વાદકુશળ બૌદ્ધાચાર્યએ રાજા શીલાદિત્યની રાજસભામાં જૈન વિદ્વાનોની સાથે શાસ્ત્રાર્થ કરી જૈન વિદ્વાનોને પરાજિત કર્યા. શાસ્ત્રાર્થની પૂર્વ નિર્ધારિત શરત મુજબ શ્વેતાંબરોને વલ્લભી રાજ્યની બહાર જવું પડ્યું. આના પછી રાજા શીલાદિત્ય પણ બૌદ્ધ ધર્મના અનુયાયી બની ગયા. વલ્લભી રાજ્યમાં જે જૈનતીર્થ હતાં, એના પર બૌદ્ધોએ અધિકાર કરી લીધો અને આ રીતે વલ્લભી રાજ્યમાં બૌદ્ધોનું વર્ચસ્વ સ્થાપિત થઈ ગયું.
એ જ દિવસોમાં ભૃગુકચ્છના રાજાનું મૃત્યુ થઈ ગયું. આથી શીલાદિત્યની વિધવા બહેન અને આઠ વર્ષના ભાણેજ મલ્લે જૈનાચાર્યની પાસે શ્રમણધર્મની દીક્ષા ગ્રહણ કરી. તાર્કિક બૌદ્ધ ભિક્ષુના વાદકૌશલ તથા શીલાદિત્યના બૌદ્ધ અનુયાયી બની જવાથી બૌદ્ધસંઘની અભિવૃદ્ધિના પરિણામ સ્વરૂપ જૈનસંઘ ક્ષીણ થવા લાગ્યો. બાળમુનિ મલ્લને પોતાની સાધ્વી માતા દ્વારા જૈનસંઘના ક્ષીણ થવાનાં કારણો સાંભળી ઊંડો આઘાત લાગ્યો. મુનિ મલ્લે બૌદ્ધોને ઉખાડી ફેંકવાની પ્રતિજ્ઞા કરી.
આ પ્રકારની કઠોર પ્રતિજ્ઞા કર્યા બાદ બાળમુનિ મલ્લ પોતાની માતાની પરવાનગી લઈને એક પર્વતની ગુફામાં ચાલ્યા ગયા અને ત્યાં ઘોર તપસ્યા કરવા લાગ્યા. નિરંતર ચિંતન, એકાગ્ર ધ્યાન અને કઠોર તપશ્ચર્યાના પ્રભાવથી એમની પ્રજ્ઞા જાગૃત થઈ. એમના અંતરમાં જ્ઞાનની દિવ્ય જ્યોતિ પ્રગટ થઈ અને તે સરસ્વતીના પરમ કૃપાપાત્ર બની ગયા; અને સરસ્વતીએ તેમને અજેયવાદી થવાનું વરદાન આપ્યું. એમણે “નયચક્ર ગ્રંથરાજની રચના કરી. જિનશાસનની પ્રભાવનાના જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) [9696969696969696969692 ૯૩ ]