________________
પ્રભાવથી અલૌકિક શક્તિ સંચિત કરી મલ્લસૂરિએ ભૃગુકચ્છની તરફ વિહાર કર્યો. ભૃગુકચ્છ પહોંચીને રાજસભામાં એમણે છ માસ સુધી સ્વયં દ્વારા પ્રણીત “નયચક્ર' ગ્રંથરત્નમાં નિહિત અતિ નિગૂઢ તત્ત્વો, નયો અને અકાઢ્ય યુક્તિઓના આધાર પર બૌદ્ધ ભિક્ષુ બુદ્ધાનંદની સાથે શાસ્ત્રાર્થ કર્યો. અંતમાં બુદ્ધાનંદ પરાજિત થયા. રાજાએ આચાર્ય મલ્લને વિજયી ઘોષિત કર્યા અને એમને “વાદી'ની ઉપાધિથી વિભૂષિત કરી સન્માનિત કર્યા. એ જ દિવસથી મલ્લસૂરિ, મલ્લવાદીના નામથી પ્રખ્યાત થયા. આ પ્રકારે મલ્લવાદીએ ભૃગુકચ્છમાં જૈનસંઘની ખોવાયેલી પ્રતિષ્ઠા પુનઃ બહાલ કરી. જિનશાસનની ખૂબ પ્રભાવના થઈ અને ભૃગુકચ્છમાં પુનઃ જૈનસંઘનું વર્ચસ્વ સ્થાપિત થઈ ગયું.
ભૃગુકચ્છનો સંઘ તત્કાળ વલ્લભીની તરફ પ્રસ્થિત થયો. જિનાનંદસૂરિની સેવામાં પહોંચી સંઘે તેમને ભૃગુકચ્છની ભૂમિને એમના પાવન પદાર્પણથી પવિત્ર કરવાની પ્રાર્થના કરી. સંઘની પ્રાર્થનાનો સ્વીકાર કરી જિનાનંદસૂરિ પોતાના શ્રમણ-શ્રમણીસમૂહની સાથે ભૃગુકચ્છ પધાર્યા. ગુરુ-શિષ્યનું મધુર મિલન થયું. જિનાનંદસૂરિએ પોતાના સંઘનો સમસ્ત કાર્યભાર પોતાના સુયોગ્ય શિષ્ય મલ્લવાદીને સોંપીને, સ્વયં પૂર્ણતઃ આત્મા-સાધનામાં સંલગ્ન થઈ ગયા.
મલ્લવાદીસૂરિએ નિયચક્ર' અને પદ્મચરિત્ર' (રામાયણ) આ બંને વિશાળ ગ્રંથોની રચના કરી. આ બંને ગ્રંથરત્નોની સાથે-સાથે મલ્લવાદીએ આચાર્ય સિદ્ધસેન પ્રણીત “સન્મતિ તર્કની ટીકા પણ લખી. એમણે પોતાના અનેક કુશાગ્ર બુદ્ધિ શિષ્યોને બાર અધ્યાયવાળા “નયચક્ર' મહાગ્રંથનો અભ્યાસ કરાવી એમને અનેકાના દર્શન, ન્યાય અને તર્કશાસ્ત્રના પારગામી વિદ્વાન બનાવ્યા. પોતાના અનેક શિષ્યોને તર્કશાસ્ત્રના ઊંડા અધ્યયનથી અજેયવાદી બનાવી જિનશાસનની ઘણી મોટી સેવા કરી. આચાર્ય મલ્લવાદીના બંને ભાઈઓ પણ વિદ્વાન હતા. મુનિ અજિતયશ પ્રમાણ' ગ્રંથની અને એમના અનુજ (નાના ભાઈ) તથા મલ્યવાદીના અગ્રજ (મોટા ભાઈ) મુનિ યશે “અષ્ટાંગ નિમિત્ત બોધિની સંહિતા'ની રચના કરી.
પ્રબંધકોશમાં વર્ણિત થોડાં ઐતિહાસિક તથ્યોનો વિચાર કરવાથી આચાર્ય મલવાદીસૂરિનો સમય વિ. સં. પ૭૩ તદનુસાર વી. નિ. સં. ૧૦૪૩ની આસપાસનો નક્કી થાય છે. [ ૯૨ 969696969696969696969€ જેન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)