________________
શ્રમણધર્મમાં દીક્ષિત થયા પછી અજિતયશ, યશ અને મલ્લ - આ ત્રણે જણાએ ન્યાય, નીતિ, વ્યાકરણ, સાહિત્ય તથા લક્ષણાદિ શાસ્ત્રોનું પ્રગાઢ નિષ્ઠા તથા પરિશ્રમથી અધ્યયન કર્યું. પરિણામ સ્વરૂપ તે ત્રણેય મુનિ શાસ્ત્રોના ગંભીર જ્ઞાનથી સંપન્ન ઉદ્ભટ વિદ્વાન બની ગયા. એમની વિદ્વત્તાની ખ્યાતિ દૂર-દૂર સુધી પ્રસરી ગઈ.
મલ્લ શ્રમણે સ્થવિર શ્રમણોથી સાંભળ્યું કે - બૌદ્ધ ભિક્ષુ બુદ્ધાનંદે એમના ગુરુ જિનાનંદને શાસ્ત્રાર્થમાં પરાજિત કરી દીધા હતા. પોતાના ગુરુદેવના પરાજયનો વૃત્તાંત સાંભળી એમના અંતરમાં અસહ્ય દુઃખ થયું. એમણે મનમાં ને મનમાં ગુરુ અને જિનશાસનની ભૃગુકચ્છમાં ખોવાયેલી પ્રતિષ્ઠાને પુનઃ પ્રાપ્ત કરવાનો પ્રણ લીધો. મલ્લ શ્રમણે કોઈક પૂર્વાચાર્ય વડે જ્ઞાન પ્રવાદ નામક પંચમ પૂર્વથી નિર્મૂઢ “નયચક્ર' ગ્રંથને વાંચવાનો (ભણવાનો) નિશ્ચય કર્યો.' જિનાનંદસૂરિ અને આર્યા દુર્લભદેવીએ મેધાવી યુવા શ્રમણ મલ્લને સમજાવ્યો કે - “પૂર્વાચાર્યોએ આ પુસ્તક(ગ્રંથ)ને ખોલવા સુધ્ધાંનો નિષેધ કરેલો છે, અતઃ તેને ખોલવાનો તથા વાંચવાનો પ્રયાસ ક્યારેય ના કરે. પંરતુ મલ્લમુનિ તો બૌદ્ધ ભિક્ષુને પરાજિત કરવા માટે નયચક્ર વાંચવાનો નિશ્ચય કરી ચૂક્યા હતાં. અતઃ એમણે નયચક્ર મહાગ્રંથને ખોલીને વાંચવાનો પ્રારંભ કર્યો. તેઓ નયચક્ર ગ્રંથના પ્રથમ પૃષ્ઠ પર આર્યા છંદની ગાથા વાંચીને તેના અર્થનું મનન કરી જ રહ્યા હતા, કે તે પુસ્તક (ગ્રંથ) તે પૃષ્ઠ સહિત તેમના હાથમાંથી કોઈ અદૃષ્ટ શક્તિના પ્રભાવથી લુપ્ત થઈ ગયું. મુનિ મલ્લ આશ્ચર્યાભિભૂત થઈ ચિંતામગ્ન થઈ ગયા. જે વસ્તુ મારા હાથથી વિલુપ્ત થઈ છે, તેની રચના માટે જ કરવી જોઈએ.' આમ વિચાર કરીને મલ્લમુનિએ શ્રુતદેવીની સાધના કરવાનો દઢ સંકલ્પ કર્યો. સમીપસ્થ ખંડલ પર્વતની એક ગુફામાં તેઓ ષષ્ટમ - ભક્તની આરાધનામાં લીન થઈ ગયા. પ્રથમ ચાતુર્માસની તપશ્ચર્યાનું સમભાવથી પારણું કર્યા પશ્ચાતુ એમણે છ માસ સુધી નિરંતર આ પ્રકારે કઠોર તપશ્ચરણ કર્યું પરિણામ સ્વરૂપ એમના અંતરાત્મામાં વાદ અને ગ્રંથ પ્રણયનની અભુત શક્તિ પ્રગટ થઈ. તદત્તર મલ્લમુનિએ એક અતિ વિશાળ નવીન “નયચક્ર' ગ્રંથની રચના કરી.
ગુરુએ હર્ષવિભોર થઈ એમને સૂરિપદ પ્રદાન કર્યું ને અલ્પવયસ્ક સાધુ હોવા છતાં પણ મલ્લમુનિથી મલ્લસૂરિ બની ગયા. આ રીતે તપસ્યાના જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 9696969696969696969696 ૯૧ |