________________
‘ભદ્રબાહુ સંહિતા' નામની કૃતિ વર્તમાનમાં ઉપલબ્ધ નથી. વર્તમાનમાં આ નામની જે કૃતિ ઉપલબ્ધ છે, તે કોઈ અન્ય વિદ્વાનની પ્રતીત થાય છે.
શ્રુતકેવળી ભદ્રબાહુના જીવનની ઘટનાઓની સાથે એમનાથી લગભગ ૮૦૦ વર્ષ પશ્ચાત્ થયેલા દ્વિતીય ભદ્રબાહુના જીવનની ઘટનાઓ સંયુક્ત કરી જે જીવનવૃત્તાંત અનેક ગ્રંથોમાં આપવામાં આવેલ છે, એ ગ્રંથોમાંથી ઐતિહાસિક ઘટનાઓના આધાર પર છણાવટ કરીને નિમિત્તજ્ઞ ભદ્રબાહુનો થોડો પરિચય અહીંયાં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આચાર્ય મલ્લવાદીસૂરિ
ઓગણત્રીસમા યુગપ્રધાનાચાર્ય હારિલસૂરિના યુગપ્રધાનાચાર્યકાળમાં મલ્લવાદિ નામના એક મહાન કુશળ વાદી અને જિનશાસન પ્રભાવક આચાર્ય થયા. તેઓ નાગેન્દ્ર કુળના આચાર્ય હતા. એમના ગુરુનું નામ જિનાનંદસૂરિ હતું.
‘પ્રભાવક ચરિત્ર’ના ઉલ્લેખાનુસાર જિનાનંદસૂરિ એકવાર ચૈત્યયાત્રાર્થ ભૃગુકચ્છ ગયા. ત્યાં નંદ અથવા બુદ્ધાનંદ નામના એક બૌદ્ધ ભિક્ષુ રહેતા હતા. તેઓ પોતાના સમયના એક વિખ્યાત વાદી તથા તાર્કિક હતા. ત્યાં જિનાનંદ પણ સ્વ-પર સમયના જ્ઞાતા અને ઉચ્ચ કોટિના વિદ્વાન હતા. જિનાનંદસૂરિની ચારેય બાજુ ફેલાતી રહેતી ખ્યાતિને બુદ્ધાનંદ સહન કરી શક્યા નહિ. એમણે જિનાનંદસૂરિની સાથે શાસ્ત્રાર્થ કરવાનો નિશ્ચય કર્યો. જિનાનંદસૂરિ અને બુદ્ધાનંદ વચ્ચે કેટલાય દિવસો સુધી શાસ્ત્રાર્થ ચાલ્યો અને અંતમાં વિતંડાવાદના બળથી બુદ્ધાનંદે વાદમાં વિજય પ્રાપ્ત કર્યો. આ પરાજય પશ્ચાત્ જિનાનંદને ભૃગુકચ્છમાં રોકાવાનું સન્માનજનક ન લાગતા વલ્લભીની તરફ વિહાર કર્યો.
વલ્લભીમાં જિનાનંદસૂરિની બહેન વલ્લભદેવી (દુર્લભદેવી) રહેતી હતી, તેને ત્રણ પુત્ર હતા. મોટાનું નામ અજિતયશ, વચ્ચેવાળાનું નામ યશ અને સૌથી નાનાનું નામ મલ્લ હતું. આચાર્યશ્રીના પ્રેરણાદાયી પ્રવચનામૃતનું પાન કરી વલ્લભદેવી તથા તેમના ત્રણે પુત્રોનું અંતરમન વિરક્તિના ઘેરા રંગમાં રંગાઈ ગયાં. માતા અને ત્રણે પુત્રોએ જિનાનંદસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી લીધી.
CO
ન જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)