________________
વરાહમિહિરને પોતાનો આ પરાજય બાળકના મૃત્યુથી પણ વધારે ભયંકર મહેસૂસ થયો. પુત્રશોક અને અપકીર્તિના સંતાપમાં સંતપ્ત બની તે પોતાના ઘર-બાર છોડીને પરિવ્રાજક બની ગયો. એના મનમસ્તિષ્કમાં આ વિચાર ઘર કરી ગયો કે - “ભદ્રબાહુના કારણે જ એને પોતાનું સંયમ(સાધુ)જીવનનો પરિત્યાગ કરવો પડ્યો, એના નિમિત્તથી જ પોતાની ચિરસંચિત સમગ્ર પ્રતિષ્ઠા ક્ષણવારમાં જ નષ્ટ થઈ ગઈ.' વરાહમિહિર પોતાના જ્યેષ્ઠ સહોદર ભદ્રબાહુને પોતાનો સૌથી મોટો શત્રુ માનીને, યેન-કેન પ્રકારે એમનાથી પ્રતિશોધ લેવાનો ઉપાય વિચારવા લાગ્યો. અજ્ઞાનને વશીભૂત થઈ એમણે પ્રતિશોધની ભાવનાથી અનેક પ્રકારનાં કઠોર તપ કર્યા. મહાવ્રત-ભંગના મહાપાપ અને પોતાના મિથ્યા અહંનું પ્રાયશ્ચિત્ત કર્યા વિના જ તે મરીને હીન ઋદ્ધિવાળો વ્યંતરદેવ બન્યો. એ વ્યંતરે વિર્ભાગજ્ઞાનથી પોતાના પૂર્વજન્મનું વૃત્તાંત જાણીને ભદ્રબાહુથી પોતાના પૂર્વજન્મના વેરનો બદલો લેવાનો નિશ્ચય કર્યો.
ધર્મકવચધારી આચાર્ય ભદ્રબાહુનું અનિષ્ટ કરવામાં પોતાની જાતને અસમર્થ જાણી, એ વ્યંતરે એમના સંઘના કતિપય શ્રમણો તથા ગૃહસ્થ-સમૂહને અનેક પ્રકારના કષ્ટોપસર્ગ આપવાનું શરૂ કર્યું. વ્યંતરકૃતિ ઉપસર્ગોથી સંત્રસ્ત શ્રાવકસંઘે ભદ્રબાહુને પ્રાર્થના કરી : “ભગવન્! આ કેવી વિડંબના છે કે - “ગજરાજની પીઠ પર બેઠેલા લોકોને પણ કૂતરા કરડી રહ્યા છે.” આપ જેવા મહાન આચાર્યના શ્રમણ તથા શ્રમણોપાસક વર્ગને એક સામાન્ય વ્યંતર અનેક પ્રકારની યાતનાઓ આપી પીડિત કરી રહ્યો છે.”
આથી આગમ અને જ્યોતિષમાં નિષ્ણાત આચાર્ય ભદ્રબાહુએ એક ચમત્કારી સ્તોત્રની રચના કરી જૈનસંઘને સંભળાવી. સંઘે એની સ્તુતિ કરી. એ મહાન ચમત્કારી સ્તોત્રના પ્રભાવથી તેઓ વ્યંતરકૃત ઉપસર્ગથી સદા સર્વદા માટે મુક્ત થઈ ગયા. એ ચમત્કારી સ્તોત્ર આજે પણ “ઉવસગ્ગહર સ્તોત્ર'ના નામથી ખૂબ જ લોકપ્રિય છે. - આચાર્ય ભદ્રબાહુએ ‘ભદ્રબાહુ સંહિતા' નામક એક જ્યોતિષ ગ્રંથ તથા “અહત ચૂડામણિ' નામક એક પ્રાકૃત ગ્રંથની રચના પણ કરી. તેમની જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૩) 26969696969696969696969; ૮૯