________________
ગ્રહણ કરવા માટે કત-સંકલ્પ છે અને આપ પણ તેને પોતાના શિષ્યરૂપે પ્રાપ્ત કરવા માટે ઇચ્છા રાખો છો, તો આવી, સ્થિતિમાં અમારું નામ ચિરસ્થાયી રાખવા માટે અમારી આપને એક પ્રાર્થના છે કે - “આપ તેને આપના શિષ્યના રૂપમાં દીક્ષિત કરી લો.' પરંતુ દીક્ષિત કર્યા પછી તેનું નામ “બપ્પભટ્ટી' રાખવાની કૃપા કરજો.”
આચાર્ય સિદ્ધસેને તેમની પ્રાર્થનાનો (આગ્રહ) સ્વીકાર કર્યો. ત્યાર બાદ બંનેએ પોતાના પુત્રને સહર્ષ આચાર્ય સિદ્ધસેનને સમર્પિત કરી દીધો. બાળક સૂરપાલને સાથે લઈ આચાર્ય સિદ્ધસેન પોતાના શિષ્યસમૂહ સાથે મોઢેરા પાછા આવતા રહ્યા.
મોઢેરામાં વિ. સં. ૮૦૦ની વૈશાખ શુક્લા તૃતીયા (અખાત્રીજ) ગુરુવારના દિવસે તેમણે સૂરપાલને શ્રમણધર્મની દીક્ષા આપી. દીક્ષા આપતી વખતે આચાર્યશ્રીએ ઔપચારિક રૂપે સૂરપાલનું નામ ભદ્રકીર્તિ રાખ્યું. પરંતુ તેનાં માતા-પિતાને આપેલા વચનનું પરિપાલન કરતાં આચાર્યશ્રી નવંદીક્ષિત મુનિને “બપ્પભટ્ટી'ના નામથી જ સંબોધિત કરતા. આથી નવદીતિ ભદ્રકીર્તિ સર્વત્ર બપ્પભટ્ટીના નામથી જ પ્રખ્યાત થઈ ગયા.
નવદીક્ષિત મુનિની અલૌકિક પ્રતિભાથી મુગ્ધ થઈ મોઢેરાના શ્રીસંઘે આચાર્ય સિદ્ધસેનને શિષ્યવૃંદ સહિત મોઢેરામાં જ રહીને બપ્પભટ્ટી મુનિને અંગોપાંગાદિ શાસ્ત્રો અને સમસ્ત વિદ્યાઓનું અધ્યયન કરાવવાની પ્રાર્થના કરી. સંઘની પ્રાર્થનાનો સ્વીકાર કરી આચાર્ય સિદ્ધસેન પોતાના શિષ્યવૃંદ સહિત મોઢેરામાં રોકાયા અને નવદીક્ષિત મુનિને વિદ્યાભ્યાસ કરાવવા લાગ્યા. . . એક દિવસ મુનિ બપ્પભટ્ટી શૌચ-નિવૃત્તિ પશ્ચાતુ જંગલમાંથી પાછા આવી રહ્યા હતા, ત્યારે તે સમયે અચાનક વરસાદ પડવાથી રક્ષા-હેતુ તેઓ એક દેવમંદિરમાં પ્રવિષ્ટ થઈ ગયા. તે જ સમયે એક તેજસ્વી અને સુંદર ક્ષત્રિય રાજકુમાર પણ વરસાદથી બચવા માટે એ જ મંદિરમાં આવ્યો અને મુનિને વંદન કરી ત્યાં બેસી ગયો. તેની નજર એક શિલાપટ્ટ પર કોતરેલા અભિલેખ પર પડી. તેનો અર્થ સમજાવવા માટે રાજકુમારે મુનિ બપ્પભટ્ટીને પ્રાર્થના કરી. બપ્પભટ્ટીએ મધુર સ્વરમાં તે શ્લોકોના અર્થ સમજાવ્યા. રાજકુમાર બાળમુનિની જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) 2696969696969696969638] ૧૫૩ |