________________
અભુત પ્રતિભાવતી ખૂબ પ્રભાવિત થયો. વરસાદ રોકાતા તે રાજકુમાર, મુનિની સાથે-સાથે વસ્તીમાં આવ્યો. મુનિ બપ્પભટ્ટીનું અનુકરણ કરી તેણે પણ આચાર્યશ્રીને વંદન-નમન કર્યા
આચાર્યશ્રીએ નવાગંતુક કિશોરને તેના ગામ, કુળ, માતા-પિતા વગેરે વિશે પૂછ્યું; કિશોરે અતિ વિનમ્ર સ્વરમાં પોતાનો પરિચય આપતાં કહ્યું: “યોગીશ્વર ! મહાયશસ્વી સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યની વંશ પરંપરામાં કાન્યકુબ્રેશ્વર મહારાજ યશોવર્માનો હું અકિંચન પુત્ર છું. મારી ખર્ચાળવૃત્તિથી વ્યથિત થઈને પિતૃદેવે મને બચતવૃત્તિની શીખ આપી. એ હિતકારી શીખથી મારું ગૌરવ જાગૃત થયું અને હું મારાં માતા-પિતાને જણાવ્યા વગર જ રાજમહેલથી એકલો નીકળી પડ્યો અને અનેક સ્થળોએ ફરતા-ફરતા અહીં આપશ્રીનાં ચરણ-શરણમાં ઉપસ્થિત થયો છું.”
આચાર્યશ્રી દ્વારા નામ પૂછવા પર તેણે ધરતી પર “આમ” લખી દીધું. આચાર્યશ્રીને એવો આભાસ થયો કે તેમણે આ કિશોરને કેટલાંક વર્ષો પહેલાં ક્યાંક જોયો છે. થોડીવાર પોતાના સ્મૃતિપટલ પર ભાર આપતાં અતીત (ભૂતકાળ)માં જોયેલા એક દૃશ્યની યાદ તાજી થઈ ગઈ. દસ-બાર વરસ પહેલાં રામસીણિના વિકટ જંગલોમાં વિચરણ કરતી વખતે પીલૂડાનાં વૃક્ષોના ઝૂંડના છાંયડા નીચે વસ્ત્રની ઝોળીમાં સૂતેલા એક છ માસની આયુવાળા બાળક પર તેમની દૃષ્ટિ પડી હતી. થોડીક ક્ષણ પછી જોઈને તેમને અત્યંત આશ્ચર્ય થયું કે બાળકની આજુબાજુ ચારે તરફ છાંયડાનું સ્થાન તડકો લઈ રહ્યો છે. પરંતુ બાળકના મુખમંડળ અને શરીર પર છાંયડો પહેલાંની જેમ જ અચલ અને સુસ્થિર છે. એ જ સમયે તેમને ખાતરી થઈ ગઈ કે આ કોઈ મહાન પુણ્યશાળી જીવ છે.
તે સમયે બાળકની માતા ત્યાં આવી. તેણે ખૂબ જ શાલીનતાથી ભક્તિપૂર્વક વંદન કર્યા. મારા પૂછવા પર મહિલાએ કહ્યું હતું : “મહાત્મા ! હું કાન્યકુંજેશ્વર મહારાજ યશોવર્માની રાજરાણી છું. જે સમયે આ બાળક મારા ગર્ભમાં હતો તે સમયે મારી સૌક્યા (સૌતન)રાણીના મનમાં મારા પ્રત્યે અત્યંત જલદ ઈર્ષાભાવ જાગૃત થયો. વિગત સમયમાં કોઈ કાર્યથી અત્યધિક પ્રસન્ન થઈને મહારાજાધિરાજે મારી સૌક્યારાણીને તેની ઇચ્છા મુજબ વરદાન માંગવાનો ૧૫૪ 9696969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)