SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય અકલંક આચાર્ય.અકલંક દિગંબર પરંપરામાં એક મહાન પ્રભાવક આચાર્ય થઈ ગયા. તેમનો સમય વિદ્વાનોએ ઈ. સ. ૭૨૦ થી ૭૮૦ (વિ. સં. ૭૭૭ થી ૮૩૭, વી. નિ. સં. ૧૨૪૭ થી ૧૩૦૭) સુધીનો નિર્ધારિત કર્યો છે. તેમણે અનેક ગ્રંથોની રચના કરી, તેમાંથી મુખ્ય આ મુજબ છે : (૧) તત્ત્વાર્થ વાર્દિક સભાષ્ય, (૨) અષ્ટશતી (સમંતભદ્રકૃત આપ્ત મીમાંસા દેવાગમસ્તોત્રની વૃત્તિ), (૩) લાઘવસ્તવ સવૃત્તિ, (૪) ન્યાય વિનિશ્ચય સવૃત્તિ, (૫) સિદ્ધિ વિનિશ્ચય, (૬) પ્રમાણ મીમાંસા, (૭) પ્રમેય મીમાંસા, (૮) નય મીમાંસા, (૯) નિક્ષેપ મીમાંસા, (૧૦) પ્રમાણ સંગ્રહ. અકલંકના પિતાનું નામ પુરુષોત્તમ હતું, જે માન્યખેટના રાષ્ટ્રકૂટ વંશીય રાજા શુભતુંગના મંત્રી હતા. તેમના નાના ભાઈનું નામ નિકલંક હતું. બંને ભાઈઓ કુશાગ્ર બુદ્ધિવાળા હતા. બંને ભાઈઓએ પોતાના માતા-પિતાની સાથે આચાર્ય રવિગુપ્ત પાસે બ્રહ્મચર્ય વ્રત ધારણ કરેલું. અકલંકની બુદ્ધિ એટલી બધી તીવ્ર હતી કે, અઘરામાં અઘરો પાઠ પણ તેઓને એકૉર સાંભળવા માત્રથી જ યાદ રહી જતો હતો. જ્યારે તે જ પાઠ નિકલંકને બે વાર સાંભળવાથી યાદ રહેતો હતો. કુશાગ્ર બુદ્ધિના હોવાના કારણે તે બંને ભાઈઓ ઓછા સમયમાં જ અનેક વિદ્યાઓ અને શાસ્ત્રોમાં પારંગત થઈ ગયા. તે દિવસોમાં બૌદ્ધ ન્યાયની ચારે દિશાઓમાં ધૂમ મચેલી હતી. બૌદ્ધોના ન્યાય ને તર્કશાસ્ત્ર પદ્ધતિનો અભ્યાસ કરવાની બંને ભાઈઓને તીવ્ર અભિલાષા ઉત્પન્ન થઈ. તેઓ બૌદ્ધ ન્યાયનો અભ્યાસ કરવા માટે બૌદ્ધ મઠમાં ગયા. તેમણે પોતાનો ધર્મ છુપાવીને બૌદ્ધ વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવી લીધો, અને ત્યાં પૂર્ણ નિષ્ઠાથી બૌદ્ધશાસ્ત્રોનો અભ્યાસ કરવા લાગ્યા. તે બંને ભાઈઓએ ટૂંક સમયમાં જ બૌદ્ધશાસ્ત્રોમાં નિપુણતા મેળવી લીધી. એક દિવસ તેમના આચાર્ય જ્યારે તેમને અનેકાન્તવાદના ખંડનનો પાઠ ભણાવી રહ્યા હતા, ત્યારે પૂર્વપક્ષના પાઠમાં અમુક ત્રુટિઓ રહી જવાના કારણે આચાર્યને પોતાને જ પાઠ સમજમાં આવતો ન હતો; જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) IIFC ૩ ૧૨૯
SR No.005687
Book TitleJain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages290
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy