________________
તેથી તેમણે તે દિવસે તે પાઠ ભણાવવાનું સ્થગિત કર્યું. બંને ભાઈઓએ બૌદ્ધાચાર્ય દિગ્ગાગના અનેકાન્ત-ખંડનના અશુદ્ધ પૂર્વપક્ષવાળા પાઠને રાતના સમયે શુદ્ધ કરી દીધો. સવારે અધ્યયન કક્ષમાં લખેલા પાઠ પર
જ્યારે આચાર્યની નજર પડી, ત્યારે તે શુદ્ધ પાઠ જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા. તેમને વિશ્વાસ થઈ ગયો કે તેમના વિદ્યાર્થીઓમાં ચોક્કસ કોઈ ને કોઈ જૈન શિક્ષાર્થી છૂપા વેશમાં તેમની વિદ્યાપીઠમાં પ્રવેશી ગયો છે. તેમણે જૈન વિદ્યાર્થીઓને શોધી કાઢવાનો નિશ્ચય કર્યો.
આચાર્ય હરિભદ્રસૂરિના હંસ અને પરમહંસ નામના બે શિષ્યોને જે ઉપાયોથી બૌદ્ધાચાર્યે શોધી કાઢ્યા હતા, તે જ પ્રમાણે બૌદ્ધાચાર્યે અકલંક અને નિકલંકને શોધી કાઢ્યા અને તેમને તરત જ પકડીને વિદ્યાપીઠના એક એકાંત કક્ષમાં બંદી બનાવી દીધા.
અકલંક અને નિકલંકનો બૌદ્ધ વિદ્યાપીઠમાં છૂપાવેશે પ્રવેશ; અભ્યાસ, તેમના જૈન હોવાનું રહસ્યોદ્દઘાટન, બંને ભાઈઓનું પલાયન, એક ભાઈની બૌદ્ધ સૈનિકો દ્વારા હત્યા, બીજા ભાઈ અકલંકનું જેમ તેમ કરી તે સંકટમાંથી બચી નીકળવું, અકલંકનો બોદ્ધાચાર્ય સાથે છ મહિના સુધી શાસ્ત્રાર્થ અને અંતમાં બૌદ્ધાચર્યનો પરાજય અને અકલંકની જીત - આમ આ આખું વિવરણ આચાર્ય હરિભદ્રસૂરિનાં હંસ અને પરમહંસ નામક શિષ્યોની કથાનકથી મળતું આવે છે.
અકલંક નામના બીજા પણ અનેક વિદ્વાન થઈ ગયા છે. તેમના નામ અનુમાનિત-કાળ પ્રમાણે આ મુજબ છે : (૧) અકલંક પંડિત - ઈ.સ. ૧૦૯૮, (૨) અકલંક ઐવિદ્ય - ઈ.સ. ૧૧૬૩માં સ્વર્ગસ્થ થયા, (૩) અકલંક ચંદ્ર - ઈ.સ. ૧૨૦૦, (૪) અકલંક દેવ - ઈ.સ. ૧૨૫૬માં સ્વર્ગસ્થ થયા. (૫) અકલંક મુનિ, નંદીસંઘ, બલાત્કારગણના જયકીર્તિના શિષ્ય, (૬) અકલંકદેવ મૂલ સંઘ - ઈ.સ. ૧૫૫૦ - ૧૫૭૫, (૭) ભટ્ટારક અકલંકદેવ કર્ણાટક શબ્દાનુશાસનના રચનાકાર ઈ.સ. ૧૫૮૬-૧૬ ૧૫. તેઓ છ ભાષામાં કવિતા રચવાની અદ્ભુત ક્ષમતા ધરાવતા હતા. તેમણે રાયબહાદુર નરસિંહાચાર્યના મતાનુસાર અનેક રાજસભાઓમાં શાસ્ત્રાર્થમાં વિજયી થઈને જિનશાસનની મહતી પ્રભાવના કરી. (૮) અકલંકમુનિ - દેશીગણ પુસ્તકગચ્છના કાર્કલ મઠના ભટ્ટારક ઈસ. ૧૮૧૩માં સ્વર્ગસ્થ થયા. ૧૩૦ 9િ696969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)