________________
(૯) અકલંક દેવ - અનુપલબ્ધ પ્રતિષ્ઠાકલ્પના રચયિતા, તેમનો સમય ઈસાની અઢારમી સદીના પૂર્વાર્ધનો અનુમાનિત કરવામાં આવે છે. (૧૦) અકલંક - પરમાગમસાર નામના કન્નડ ગ્રંથના રચનાકાર, સમય અજ્ઞાત, (૧૧) અકલંક - ચૈત્યવંદન, પ્રતિક્રમણ સૂત્ર, પદપર્યાય મંજરી આદિના કર્તા, સમય અનિર્ણાત.
( જિનદાસગણિ મહત્તર ) જૈનજગતના ચૂર્ણિકારોમાં જિનદાસગણિ મહારનું ઉચ્ચ સ્થાન છે. તેમણે નંદીચૂર્ણિ, નિશીથચૂર્ણિ અને આવશ્યક ચૂર્ણિ નામના ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગ્રંથોની રચના કરી. તેમણે વિ. સં. ૭૩૩ તદનુસાર વી. નિ. સં. ૧૨૦૩માં નંદીચૂર્ણિ પૂર્ણ કરી.
મહત્તર જિનદાસગણિ દ્વારા રચિત ચૂર્ણિઓ, તમામ સાધકો તથા શ્રમણ-શ્રમણી વર્ગ માટે શાસ્ત્રીય જ્ઞાનની અભિવૃદ્ધિ કરવામાં સહાયક હોવાની સાથે-સાથે ઐતિહાસિક દૃષ્ટિકોણથી પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આવશ્યક ચૂર્ણિને જો જૈન-ઇતિહાસની અક્ષયનિધિ કહેવામાં આવે તો કોઈ અતિશયોક્તિ નથી.
(આચાર્ય અપરાજિતસૂરિ (વિજયાચા)) વિક્રમની આઠમી શતાબ્દીમાં યાપનીય પરંપરાના એક ખૂબ વિદ્વાન આચાર્ય થયા, જેમનું નામ અપરાજિતસૂરિ છે.
જૈન-ઇતિહાસની દૃષ્ટિથી આચાર્ય અપરાજિતસૂરિનું સ્થાન ઊંચું અને ખૂબ મહત્ત્વપૂર્ણ છે. શક્ય છે કે તેમણે દશવૈકાલિક સૂત્ર જેવાં અનેક સૂત્ર પર ટીકાઓની રચનાઓ કરી હોય.
વર્તમાન સમયમાં તેમના દ્વારા લિખિત, માત્ર એક જ ટીકા-ગ્રંથ ઉપલબ્ધ થાય છે, તે છે આરાધનાની વિજયોદયા ટીકા. તે ટીકામાં જ દશવૈકાલિક સૂત્રની વિજયોદયા ટીકાના અનેક ઉદ્ધરણોની સાથે ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે.
અપરાજિતસૂરિનું અપરનામ વિજયાચાર્ય હતું. આથી તેમણે પોતાના અપરનામ પર જ પોતાની બે મહત્ત્વપૂર્ણ ટીકાઓનું નામકરણ કર્યું છે. | જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 969696969696969696969 ૧૩૧ |