________________
જૈન-ઇતિહાસમાં અપરાજિતસૂરિ અને તેમના દ્વારા રચિત બંને ટીકાઓનું એટલા માટે પણ ખૂબ જ ઐતિહાસિક મહત્ત્વ છે કે, યાપનીય પરંપરાના આ આચાર્યએ, ભગવાન મહાવીરના ધર્મસંઘની વિભાજિત થઈ ગયેલી બંને પરંપરાઓ શ્વેતાંબર તથા દિગંબરને પુનઃ એકસૂત્રમાં બાંધવાના દૃષ્ટિકોણથી પૂર્ણ પ્રયાસ કર્યો.
યાપનીય પરંપરાના આચાર્ય, એ બધાં આગમોને પ્રામાણિક માને છે, જેમને શ્વેતાંબર પરંપરા પ્રામાણિક માને છે. આ સર્વાધિક મહત્ત્વપૂર્ણ તથ્ય(મર્મ)નો બોધ અપરાજિતસૂરિ દ્વારા રચિત ટીકાઓથી થાય છે.
તેમના પૂર્વે વિક્રમની પાંચમી-છઠ્ઠી શતાબ્દીમાં શિવાર્ય નામના એક મહાન આચાર્ય આ પરંપરામાં થઈ ગયા; જેમણે ‘આરાધના' નામક ૨૧૭૦ ગાથાઓના વિશાળ ગ્રંથની રચના કરી હતી. તેના પર ઉપર બતાવ્યા પ્રમાણે અપરાજિતસૂરિએ ટીકાની રચના કરી. તેમના પછી વિક્રમની નવમી શતાબ્દીમાં શાકટાયન નામના એક મહાન વૈયાકરણ અને ગ્રંથકાર આચાર્ય થયા. આ પ્રમાણે યાપનીય પરંપરાના ફક્ત ત્રણ ગ્રંથકારોના નામનો ઉલ્લેખ મળે છે અને તેમના ગ્રંથ આજે પણ ઉપલબ્ધ છે.
૧૩૨ ૭
卐
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)