________________
નિમિત્તજ્ઞ મહેન્દ્રસૂરિએ જોયું કે તે બ્રાહ્મણના માધ્યમથી તેમને એક મહાન પ્રભાવક શિષ્ય અને શ્રાવકનો લાભ થવાનો છે, આથી તેમણે પ્રશ્ન કર્યો : “દ્વિજવર ! જો તમને સંતાડેલું ધન મળી ગયું, તો તમે અમને શું આપશો ?”
બ્રાહ્મણે કહ્યું : “તેમાંથી અડધું હું આપને આપી દઈશ.”
મહેન્દ્રસૂરિએ કહ્યું : “ના, તમારી પાસે જે કંઈ પણ સારું હશે તેમાંથી અડધું હું લઈશ.”
બ્રાહ્મણ સર્વદેવે સાક્ષીપૂર્વક (શપથપૂર્વક) આ શરતનો સ્વીકાર કરી લીધો. સર્વદેવ મહેન્દ્રસૂરિને પોતાના ઘરે લઈ આવ્યો. તેણે પોતાના મોટા પુત્ર ધનપાલ અને નાના પુત્ર શોભનને મહેન્દ્રસૂરિની સાથે થયેલી વાતનું આખું વર્ણન સંભળાવ્યું. એક દિવસ શુભ મુહૂર્તમાં બ્રાહ્મણ, મહેન્દ્રસૂરિને ફરીથી પોતાના ઘરે લઈ આવ્યો. સૂરિએ ત્યાં પોતાના જ્ઞાનબળથી જોઈને સર્વદેવને તે સ્થળ બતાવી દીધું, જ્યાં ધન દાટેલું પડ્યું હતું. બ્રાહ્મણે તે સ્થળે ખોદાણ કર્યું તો ત્યાંથી ૪૦ લાખ સુવર્ણમુદ્રાઓ નીકળી. આચાર્ય મહેન્દ્રસૂરિ તો બિલકુલ નિઃસ્પૃહ હતા, માટે તરત જ કશું જ લીધા વગર ત્યાંથી પાછા ફરી ગયા. એક વર્ષ સુધી સર્વદેવ દરરોજ મહેન્દ્રસૂરિની સેવામાં હાજર થઈને અડધું ધન ગ્રહણ કરી લેવા માટે તેમને પ્રાર્થના કરતો રહ્યો. મહેન્દ્રસૂરિ રોજ તેને ટાળતા રહ્યા. એક દિવસ સર્વદેવે આચાર્ય મહેન્દ્રસૂરિની સેવામાં ઉપસ્થિત થઈને નિવેદન કર્યું: મહર્ષિનું ! આજે તો હું તમને તમારું દેણું આપ્યા વગર મારા ઘરે નહિ જઉં.”
મહેન્દ્રસૂરિએ કહ્યું: “દ્વિજોત્તમ! તમને સારી રીતે યાદ હશે કે મેં શું કહ્યું હતું? મેં એમ જ કહ્યું હતું કે - “મને જે સારું લાગશે તેમાંથી અડધો ભાગ લઈશ.”
બ્રાહ્મણે જવાબ આપ્યો : “હા મહારાજ, તે લઈ લો ને?”
મહેન્દ્રસૂરિએ કહ્યું : “તમારા ઘરમાં તમારી પાસે પુત્ર-યુગલ (બે પુત્રી છે. જો તમે તમારી પ્રતિજ્ઞાને પૂરી કરવા માંગતા હો તો તમારા ધનપાલ અને શોભન આ બે પુત્રોમાંથી એક પુત્ર મને આપી - દો. અન્યથા આનંદ સાથે ઘરે જાઓ.” " આ સાંભળતાં જ સર્વદેવ કિંકર્તવ્યવિમૂઢ થઈ ગયો. ખૂબ જ કષ્ટ સાથે તેના મોઢામાંથી શબ્દ નીકળ્યા - “આપીશ મહારાજ.” જૈન ધર્મનો મલિક ઇતિહાસઃ (ભાગ-૩) 969696969696969696969 ૨૩૫