________________
- ત્યાર બાદ ચિંતામગ્ન તે બ્રાહ્મણ પોતાના ઘરે પાછો ફર્યો અને મોટા પુત્ર ધનપાલ દ્વારા તેની ચિંતાનું કારણ પૂછવામાં આવતાં સર્વદેવે કહ્યું કે - “મહેન્દ્રસૂરિને આપણી, છૂપેલી પૈતૃક સંપત્તિને બતાવવાના સંબંધે મેં પ્રતિજ્ઞા કરી હતી કે - “તેના બદલામાં, જે સારું હશે તેનો અડધો ભાગ હું તેમને આપીશ.” હવે તેઓ મારા પુત્ર-યુગલમાંથી એકને માંગે છે. તો મારી પ્રતિજ્ઞાની પૂર્તિને માટે તું તેમનું શિષ્યત્વ સ્વીકાર કરી લે.”
આ સાંભળતાં જ ધનપાલ ખૂબ ક્રોધિત થયો અને તેણે પિતાજીને સાફ-સાફ કહી દીધું કે - “આ કામથી મારે કોઈ મતલબ નથી. હવે તમને જેમ સારું લાગે તેમ કરો.” આમ કહીને તે ક્યાંક ચાલ્યો ગયો.
સર્વદેવ નિરાશ થઈ ગયો. હવે આ ઘોર ધર્મસંકટથી કેવી રીતે બચાય? પિતાજીને ચિંતામગ્ન જોઈને નાના પુત્ર શોભનના પૂછવાથી સર્વદેવે તેને આખી વાત જણાવી, તો આ સાંભળતાં જ શોભનની ખુશીનો પાર ન રહ્યો. તેણે પિતાજીને કહ્યું કે - “પિતાની આજ્ઞાના પાલનથી વધુ પુત્ર માટે બીજો કોઈ ધર્મ નથી.” ' પોતાના નાના પુત્ર શોભનની આ વાત સાંભળતાં જ દેવોત્તમ (દેણદાર-દેવાદાર) સર્વદેવની બંને આંખો હર્ષાશ્ર(આનંદ-ખુશીના આંસુ)થી ભરાઈને છલકી ઊઠી. ત્યાર બાદ તે પોતાના પુત્ર શોભનની સાથે મહેન્દ્રસૂરિની સેવામાં ઉપસ્થિત થઈને તેમના ખોળામાં પોતાના પ્રાણપ્રિય પુત્રને બેસાડી દીધો અને હાથ જોડીને વિનંતી કરી : “પરમ પૂજ્ય આચાર્યદેવ ! હવે આપ આને જેવો બનાવવા માંગતા હો તેવો બનાવજો. એ પૂર્ણરૂપે આપનો છે.”
મહેન્દ્રસૂરિએ શુભ મુહૂર્તમાં શોભનદેવને પંચમહાવ્રતોની ભાગવતી દીક્ષા પ્રદાન કરી અને બીજા દિવસે વહેલી સવારમાં ધારાનગરીથી વિહાર કરી દીધો. વિહારક્રમથી થોડા સમય બાદ તેઓ અણહિલપુર-પાટણ પહોંચ્યા.
આ બાજુ ધનપાલે લોકોમાં પોતાના પિતાની નિંદા કરવાનું શરૂ કરી દીધું. કહેવા લાગ્યો કે - “તેમણે પોતાના પુત્રને ધનના બદલામાં વેચી નાખ્યો છે.” તેણે ક્રોધને વશ થઈ રાજા ભોજને નિવેદન કર્યું કે - “આ પાખંડી સાધુઓને આપણા દેશમાંથી નિર્વાસિત કરી દેવા જોઈએ.” [ ૨૩૬ [96369696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)