________________
'અડતાલીસમા અo ગણાયયાસમા ? * . . યરનો કાળ
(આચાર્ય મહેન્દ્રસૂરિ અને કવિ ધનપાલ) અવંતિ પ્રદેશની રાજધાની ધારાનગરીમાં જે સમયે રાજા ભોજનું રાજ્ય હતું, તે સમયે આચાર્ય મહેન્દ્રસૂરિ ત્યાં પધાર્યા. તેમનો આધ્યાત્મિક ઉપદેશ સાંભળવા માટે ધારાનગરીના બધા જ વર્ગના લોકો ઊમટી પડ્યા. લોકોએ પોતાની શંકાઓનું સમાધાન પણ આચાર્યશ્રી પાસેથી પ્રાપ્ત કર્યું.
એક દિવસ સર્વદેવ નામનો બ્રાહ્મણ આચાર્ય મહેન્દ્રસૂરિના ઉપાશ્રયમાં આવ્યો. ત્રણ દિવસ અને ત્રણ રાત્રિ સુધી ઉપાશ્રયમાં તે આચાર્યશ્રીના આસનની સન્મુખ બેસી રહ્યો. ચોથા દિવસે મહેન્દ્રસૂરિએ તે બ્રાહ્મણને પૂછ્યું : “હે દ્વિજોત્તમ! શું તમારે કોઈ પ્રશ્ન પૂછવો છે? જો તમારા મનમાં ધર્મના વિષયમાં કોઈ પણ પ્રકારની શંકા હોય તો અમારી સમક્ષ રજૂ કરો.” આ સર્વદેવે કહ્યું : “મહાત્મન્ ! ફક્ત મહાત્માઓનાં દર્શનથી જ મહાન પુણ્યનું ઉપાર્જન થઈ જાય છે; છતાં પણ એક કામથી હું આપની સેવામાં ઉપસ્થિત થયો છું. કેમકે અમે ગૃહસ્થ લોકો તો અભ્યર્થી છીએ, અર્થાતુ પોતાના લૌકિક અભ્યદયના ઈચ્છુક હોઈએ છીએ અથવા ભૌતિક આકાંક્ષાઓથી લિપ્ત હોઈએ છીએ. માટે હું એકાંતમાં આપને કંઈક વિનંતી કરવા માંગુ છું.”
મહેન્દ્રસૂરિ તેની સાથે એક બાજુ એકાંત સ્થાન પર ગયા, ત્યારે બ્રાહ્મણ સર્વદેવે કહ્યું : “હે જ્ઞાનસિંધુ ! મારા પિતાનું નામ દેવર્ષિ હતું. તેઓ માલવપતિના બહુમાન્ય વિદ્વાન હતા. માલવરાજ તેમને કેટલાક દિવસો સુધી એક લાખ સ્વર્ણમુદ્રાઓ આપતા રહ્યા. મને વિશ્વાસ છે કે મારા પિતા દ્વારા તે ધન અમારા જ ઘરમાં ક્યાંક દાટી દેવામાં આવ્યું છે. આપ દિવ્યદૃષ્ટિસંપન્ન છો. મારા ઘરે પધારીને જો આપ અમારું સંતાડેલું ધન બતાવી દેશો, તો આ બ્રાહ્મણ અને તેના પરિવારનું જીવન ખૂબ જ આનંદની સાથે દાન-પુણ્ય કરતાં-કરતાં વ્યતીત થઈ જશે. અમે સૌ આપના સદા-સર્વદા માટે ઋણી રહીશું.” ૨૩૪ E3%E3%8333632636: જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) |