________________
પોતાના સામંત નાલગંડ સત્તરસ નાગાર્જુનનું મૃત્યુ થઈ જવાથી (કદાચ તેને કોઈ ઓલાદ-સંતાન ન હોવાથી) પોતાના દિવંગત સામંતની પત્ની જક્કિમબેને આવુતવ્ર અને નાગરખંડ સત્તરનું રાજય આપ્યું.' - કૃષ્ણ દ્વિતીય પછી ઈ.સ. ૯૧૨ થી ૯૪૫ના સમયગાળા વચ્ચે ગોવિંદ ચતુર્થ, ઇન્દ્ર, ગોવિંદ સુવર્ણ-વર્ષ, વલ્લભ, અમોઘવર્ષ અને ખોડ્રિગ આ છ રાષ્ટ્રકૂટવંશીય રાજાઓનું રાજ્ય રહ્યું. આ બધા રાજાઓનું ખૂબ અલ્પકાળ માટે જ રાજ્ય (શાસન) રહ્યું.
ઈસાની નવમી સદીના ઉત્તરાર્ધ દક્ષિણમાં પલ્લવો અને પાંડ્યોની વચ્ચે સંઘર્ષનો યુગ રહ્યો. ઈ.સ. ૮૮૦માં શ્રીમાડ શ્રીવલ્લભના ઉત્તરાધિકારી પાંડ્ય રાજા વરગુણવર્મન (દ્વિતીય) અને પલ્લવરાજ નૃપતુંગવર્મનના પુત્ર અપરાજિતની વચ્ચે કુંભકોણમની પાસે પુડમ-વિયમમાં ભયંકર યુદ્ધ થયું. ચોલરાજ આદિત્ય પ્રથમ, ગંગરાજા પૃથ્વીપતિ પ્રથમ પણ આ યુદ્ધમાં પોતાની સેનાઓની સાથે પલ્લવરાજ અપરાજિતના પક્ષધર બનીને સામેલ થયા. આ યુદ્ધમાં જોકે ગંગરાજા પૃથ્વીપતિ પ્રથમ રણભૂમિમાં લડતા-લડતા મૃત્યુને પામ્યો, પરંતુ પાંડ્યરાજ વરગુણવર્મન ભૂંડી રીતે હાર્યો. આખરે ચોલરાજ આદિત્ય પ્રથમે પલ્લવ રાજ્ય પર પણ આક્રમણ કરી દીધું અને તોડમંડમના યુદ્ધમાં પલ્લવરાજ અપરાજિતને પરાજિત કરી દીધો, અને આદિત્યએ એક જ જોરદાર પ્રહારથી તેને પ્રાણાંત કરી દીધો. આ યુદ્ધવિજયથી લગભગ પૂરેપૂરું પલ્લવરાજ્ય, ચોલ રાજ્યના આધિપત્ય તાબામાં આવી ગયું. આદિત્યએ કોંગૂ દેશ ઉપર પણ પોતાનું આધિપત્ય જમાવી લીધું અને આ રીતે ફરીથી એક શક્તિશાળી ચોલરાજ્યની રચના કરવામાં આદિત્ય સફળ થયો.
ઈ.સં. ૯૦૭માં આદિત્ય પછી તેનો પુત્ર પરાંતક ચોલરાજ્યના સિંહાસન પર બેઠો. આદિત્યના એક પુત્રનું નામ કન્નરદેવ હતું, જે રાષ્ટ્રકૂટવંશીય રાજા કૃષ્ણ (દ્વિતીય)નો દોહિત્ર હતો. પોતાના દોહિત્રને ચોલ સિંહાસનથી વંછિત રાખવાથી ક્રોધિત થઈ કૃષ્ણ બાંણો અને વૈદુંબ શાસકોની મદદથી ચોલ રાજ્ય પર આક્રમણ કરી દીધું. તે યુદ્ધમાં પરાંતકની જીત થઈ. પરંતુ આખરે આ ત્રણ રાજશકિતઓ સાથે પરાંતકની શત્રુતા, પરાંતક માટે જ ઘાતક સાબિત થઈ. શત્રુતાના ફળસ્વરૂપ રાષ્ટ્રકૂટોએ ચોલરાજ્ય પર આક્રમણ કર્યું અને તે યુદ્ધમાં ગંગરાજ બતુગે પરાંતકના મોટા પુત્ર રાજાદિત્યને મારી નાંખ્યો. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 3696969696969696962 ૨૩૩]