________________
વિ. સં. ૯૮૮ (શક સં. ૮૫૩)માં ‘આરાધના કથાકોષ' ૧૨૫૦૦ શ્લોક-પ્રમાણ એક કથાગ્રંથની રચના કરી. જૈનકથા સાહિત્યનો આ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. આમાં કુલ મળીને ૧૫૭ કથાઓ સંસ્કૃત પદ્યોમાં લિપિબદ્ધ કરવામાં આવી છે. હરિષણ, પુન્નાટ સંઘના આચાર્ય મૌનિ ભટ્ટારકના પ્રપ્રશિષ્ય હતા. તેમના ગુરુનું નામ ભરતસેન હતું.
ઇન્દ્રનંદી : વિક્રમની દશમી સદીમાં દિગંબર પરંપરાના ઇન્દ્રની નામના એક મહાન મંત્રવાદી આચાર્ય જ્વાલામાલિની’ નામના એક મંત્રશાસ્ત્રની રચના કરી. તેમના ગુરુનું નામ બપ્પનંદી અને પ્રગુરુનું નામ વાસવનંદી હતું. રાષ્ટ્રકૂટવંશીય રાજાઓની રાજધાની માન્યખેટ(મલખેડ)ના કટકમાં ઇન્દ્રનંદીએ રાષ્ટ્રકૂટ રાજા શ્રીકૃષ્ણના શાસનકાળમાં શક સં. ૮૬૧માં આ ગ્રંથની રચના સંપન્ન કરી.
‘જ્વાલામાલિની’ ગ્રંથમાં કુલ ૧૦ અધિકાર છે. આ ૧૦ અધિકારોમાં મંત્રશાસ્ત્રનાં તમામ પ્રમુખ અંગો પર પ્રકાશ પાડતા ઇન્દ્રનંદીએ તે મંત્રોની સાધના-વિધિનું પણ નિરૂપણ કર્યુ છે. રાજ્યાશ્રય મેળવીને જૈન ધર્મના અભ્યુત્થાન માટે અને જનમતને અધિકાધિક સંખ્યામાં જિનશાસનની તરફેણમાં આકર્ષિત કરવા માટે આ મંત્રશાસ્ત્રનો ખૂબ ઉપયોગ કરવામાં આવ્યો. આ દિશામાં અનેક આચાર્યોને અપેક્ષિત સફળતા મળી. પિસ્તાલીસથી સુડતાલીસમા પટ્ટધર સમયની રાજનૈતિક સ્થિતિ
વી. નિ. સં. ૧૪૦૦ થી ૧૪૭૧ સુધી ભગવાન મહાવીરના, ૪૫માંથી ૪૭મા પટ્ટધર આચાર્ય અને છત્રીસમા યુગપ્રધાનાચાર્યનો સમય રહ્યો. આ સમયગાળાના પ્રારંભિક કાળમાં મહાન શક્તિશાળી રાષ્ટ્રકૂટવંશીય રાજા અમોઘવર્ષના શાસનકાળનું ૫૯મું વર્ષ હતું. વી. નિ. સં. ૧૪૦૨માં અમોઘવર્ષે પોતાના વિશાળ સામ્રાજ્યનો સ્વેચ્છાપૂર્વક ત્યાગ કરીને કૃષ્ણ(દ્વિતીય)નો રાજ્યાભિષેક કર્યો અને પોતાનું શેષજીવન જૈનશ્રમણોની સેવામાં રહીને આત્મસાધનામાં ગુજાર્યું. અમોઘવર્ષનો શાસનકાળ ઈ. સ. ૮૧૪ થી ૮૮૦ના પૂર્વ સુધીનો માનવામાં આવે છે.
અમોઘવર્ષ બાદ કૃષ્ણ દ્વિતીયનું રાષ્ટ્રકૂટ રાજ્ય પર ઈ. સ. ૮૭૫ના પછીથી ઈ. સ. ૯૧૨ સુધીનું શાસન રહ્યું. તેનો પહેલાના ચાલુક્યો સાથે અનેક વર્ષો સુધી સંઘર્ષ ચાલતો રહ્યો. આ રાજા ખૂબ જ ઉદાર અને જિનશાસન પ્રભાવક હતો. બંદલિની વસ્તીના પ્રવેશદ્વારના પથ્થર ઉપર કોતરેલા શિલાલેખમાં તેની ઉદારતાનું જ્વલંત ઉદાહરણ આજે પણ વિધમાન છે. તે આલેખમાં ઉલ્લેખ છે કે ‘નાગરખંડ સત્તરના
કચ્છી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૨૩૨
-