________________
સંકલ્પની સાથે સૂરાચાર્ય હાથી પર બેસીને માલવરાજાની સીમા તરફ આગળ વધ્યા. એક-બીજાના સન્મુખ (સામ-સામે) થવાની સાથે હાથી પર સવાર રાજા ભોજે સૂરાચાર્યને અને સૂરાચાર્યે રાજા ભોજને જોયા અને તે બંને હાથી પરથી નીચે ઊતરી ગયા. બંને પરસ્પર ભાઈભાઈની જેમ ગળે મળ્યા (ભેટ્યા). રાજાએ પૂરા સન્માન અને આદર સાથે સૂરાચાર્યનો નગરપ્રવેશ કરાવ્યો. - ધારાનગરીના મધ્યભાગમાં એક વિશાળ સુંદર જૈનવિહાર હતું. સૂરાચાર્ય તે વિહારમાં ગયા અને રાજા ભોજ પોતાના રાજમહેલમાં ગયા. - જૈનવિહારમાં આવેલ મંદિરમાં પ્રતિમાનાં દર્શન કર્યા બાદ સૂરાચાર્ય ત્યાંના અધિષ્ઠાતા આચાર્ય બૂટસરસ્વતીના વિદ્યાલય-કક્ષમાં ગયા. ત્યાં ચારે બાજુ જ્ઞાનનો પ્રકાશ ફેલાયેલો હતો. પૂરું વાતાવરણ વિદ્યાર્થીઓના સ્વાધ્યાય ઘોષથી ગુંજી રહ્યું હતું.
સૂરાચાર્યને જોતાં જ બૂટસરસ્વતીએ સામે જઈને પ્રણામ કરીને તેમનો સ્વાગત-સત્કાર કર્યો. ત્યાર બાદ શુદ્ધ એષણીય (વાપરવાલાયક) આહાર-પાણી આપીને તેમને ભક્તિપૂર્વક ભોજન કરાવ્યું.
તે દિવસોમાં રાજા ભોજના મનમાં બધા ધમોંમાં સમન્વય સ્થાપિત કરવાની અદમ્ય ઈચ્છા ઉત્પન્ન થયેલી હતી. તેણે પોતાના નગરના છએ છ દર્શનોના બધા પ્રમુખોને બોલાવીને કહ્યું : “તમે લોકો જ બધા લોકોને ભ્રમણામાં નાખો છો. તમારા એક-બીજાથી ભિન્ન આચાર-વિચાર એ વાતની સાબિતી છે; માટે તમે છએ દર્શનના લોકો એકસાથે બેસીને વિચાર-વિનિમય કરો અને બધાં દર્શનોને ભેગાં કરીને એક સર્વસંમત દર્શનનું સ્વરૂપ અમારી સમક્ષ પ્રસ્તુત કરો; જેનાથી અમને લોકોને સહેજ માત્રા પણ શંકા ન થાય કે આ સાચું છે કે તે, અથવા તે ખોટું છે કે આ.” - મંત્રીઓએ રાજાને નિવેદન કર્યું કે - “બધાં દર્શનોનો સમન્વય કરવો સંભવ નથી.” પણ રાજા તેમની વાતથી સહમત ન થયા, અને તે લોકોને નિરુત્તર જોઈને રાજાએ પોતાના સેવકો દ્વારા નગરના હજારો પ્રમુખ સ્ત્રી-પુરુષોને ભેગાં કરીને એક વિશાળ ભવનમાં બંધ (કેટ) કરાવી દીધા અને એમ કહ્યું કે - “જ્યાં સુધી તમારા બધા ૨૫૦ દ6969696969696969696963 જૈન ધર્મનો મલિક ઇતિહાસ (ભાગ-૩)