________________
એક દિવસ દ્રોણાચાર્યે કેટલાક ગીતાર્થ યુવા સાધુઓ સાથે સૂરાચાર્યને ધારાનગરી જવાની રજા આપી. ગુરુ દ્રોણે પોતાના પ્રિય શિષ્ય સૂરને છાંતીસરસા ચાંપીને દૂર પ્રદેશની યાત્રા માટે વિદાય આપતી વખતે જે શિખામણ આપવામાં આવે છે તેવી શિખામણ આપી. તેમણે કહ્યું - “વત્સ ! હંમેશાં દૂર દૂરનાં સ્થળોના વિહારમાં સજાગ રહેજો. તારામાં મહાપુરુષના યોગ્ય તમામ ગુણ છે. તે ઇન્દ્રિયોને પણ વશમાં કરેલી છે. પરંતુ હંમેશાં એ વાતનું ધ્યાન રાખજે કે યુવા અવસ્થા બધાના માટે હંમેશાં અવિશ્વસનીય હોય છે.”
ગુરુના ઉપદેશોને શિરોધાર્ય કરીને તેમની આજ્ઞા મેળવીને સૂરાચાર્ય ભીમ રાજાની રાજસભામાં તેમની વિદાય લેવા માટે ગયા. રાજાએ સૂરાચાર્યનું સન્માન કર્યું. સંજોગ એવો થયો કે તે જ સમયે માલવરાજ ભોજના પ્રધાનપુરુષ, રાજા ભીમની સભામાં ઉપસ્થિત થયા અને નિવેદન કર્યું : “મહારાજા ભોજ આપને ત્યાંના વિદ્વાનોની અપ્રતિમ પ્રતિભાથી ખૂબ પ્રસન્ન થયા છે. તેઓ આપને ત્યાંના વિદ્વાનોને જોવા માટે ખૂબ ઉત્સુક છે. આથી કૃપા કરી આપ, આપને ત્યાંના વિદ્વાનોને રાજા ભોજની સભામાં અમારી સાથે ધારાનગરી મોકલો.’
“રાજા ભોજના તરફથી આપને ત્યાંના વિદ્વાનોનું પૂરું અને પુષ્કળ સન્માન કરવામાં આવશે.” ભોજના પ્રધાનપુરુષો દ્વારા આવું આશ્વાસન આપવાથી રાજા ભીમે પોતાની તરફથી સૂરાચાર્યને માલવદેશ જવાની સ્વીકૃતિ આપી.
સૂરાચાર્યે વિચાર કર્યો - ‘મારા ગુરુવરની કૃપાથી આજ આ શુભ સંજોગ અનાયાસ જ મળ્યો છે કે, અહીં હું જવા માટે ઉતાવળો હતો અને ત્યાં રાજા ભોજનું નિમંત્રણ પણ મળી ગયું.'
રાજા ભીમે એક હાથી, પાંચસો ઘોડેસવાર સૈનિક અને એક હજાર પાયદળના સૈનિકો સાથે સૂરાચાર્યને વિદાય આપી.
ભોજના પ્રધાનપુરુષોએ જ્યારે પોતાના સ્વામી રાજા ભોજને સૂરાચાર્યના આગમનની સૂચના આપી તો રાજા ભોજ પોતાના પ્રધાનામાત્યો અને દળબળ સાથે જાતે સૂરાચાર્યના સ્વાગત માટે માલવસીમા પર હાજર થયા.
શ્રમણાચાર અનુસાર કોઈ પણ સાધુનું હાથી પર બેસવું નિષેધ છે. તો પણ રાજામાત્યો(રાજાના અમાત્યો)ના આગ્રહથી પ્રાયશ્ચિત્ત કરી લેવાના જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૭૦૪૭૭૭૭૭, ૨૪૯