________________
આચાર્ય વીરસેન
વિક્રમની નવમી શતાબ્દીમાં સેનગણ - પંચસ્તૂપાન્વયી સંઘના એક મહાન ટીકાકાર અને ગ્રંથકાર વીરસેને પોતાની મહાન કૃતિઓ - ‘ધવલા’ અને ‘જયધવલા’ની રચના દ્વારા જિનશાસનની પ્રભાવનાની સાથોસાથ જૈન વાડ્મયની મહાન સેવા કરીને અક્ષય કીર્તિ પ્રાપ્ત કરી. પંચરૂપાન્વયી પરંપરાથી અલગ પરંપરાના આચાર્યો અને અગ્રગણ્ય ગ્રંથકારોએ પણ તેમની કવિત્વશક્તિ તથા પ્રકાંડ પાંડિત્યની મુક્તકંઠે પ્રશંસા કરી છે. પુન્નાટસંઘીય આચાર્ય જિનસેને હરિવંશપુરાણમાં વીરસેન આચાર્યને કવિઓમાં સાર્વભૌમ સમ્રાટ ચક્રવર્તીની ઉપમા આપી છે.
સેનગણ ખૂબ પ્રાચીન ગણ છે. પંચસ્તૂપોથી આવેલા મુનિઓમાંથી સેનમુનિના નામ પર તે ગણ પ્રચલિત થયો. આ જ કારણે તેનું બીજું નામ પંચરૂપાન્વયી પણ લોક-પ્રસિદ્ધ રહ્યું.
આચાર્ય વીરસેને બપ્પગુરુદેવની પખંડાગમ પર જે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ નામની ટીકા હતી, તેના આધારે પટખંડાગમની ધવલા નામની વિશાળ ટીકાનું નિર્માણ કર્યું. વીરસેન દ્વારા કરવામાં આવેલ ઉલ્લેખ અનુસાર તેમણે વિ. સં. ૭૩૮માં જગતંગદેવના રાજ્યકાળ પછી (સંભવતઃ અમોઘવર્ષ પ્રથમના શાસનકાળમાં) વાટગ્રામમાં કાર્તિક શુક્લાત્રયોદશી(તેરશ)ના દિવસે ધવલા ટીકાની રચના સંપન્ન કરી. આ ટીકાના નિર્માણમાં આચાર્ય વીરસેને ચૂર્ણિકારોની શૈલી અપનાવીને સંસ્કૃત મિશ્રિત પ્રાકૃત ભાષામાં વિસ્તૃત વિવેચન પ્રસ્તુત કર્યું છે. ધવલા ટીકા ૭૨૦૦૦ શ્ર્લોક-પ્રમાણનો વિશાળકાય ગ્રંથ છે. ધવલા ટીકાનો ત્રણ ચતુર્થાંશ ભાગ પ્રાકૃતમાં અને બાકીનો ભાગ સંસ્કૃત ભાષામાં છે. ટીકાની પ્રાકૃત ભાષા મુખ્ય રીતે શૌરસેની છે. ધવલાનું નિર્માણ ૬ ખંડોમાં કરવામાં આવ્યું છે.
વીરસેને ધવલામાં નાગહસ્તિ(શ્વેતાંબરાચાર્ય)ના ઉપદેશોને ‘પવાઇજ્જત’ અર્થાત્ આચાર્ય - પરંપરાગત બતાવ્યા છે. અને બીજીબાજુ આર્ય મંશુ(શ્વેતાંબરાચાર્ય આર્યમંગુ)ના ઉપદેશોને ‘અપવાઇજ્જત’ અર્થાત્ પ્રચલનમાં કોઈ મહત્ત્વપૂર્ણ સ્થાન ન રાખવાવાળા બતાવ્યા છે. વીરસેનના આ રીતના ઉલ્લેખોથી આ એક નવી વાત પ્રગટ થાય છે કે - ‘આર્ય મંક્ષુ અને આચાર્ય નાગહસ્તિ, આ ગુરુ-શિષ્ય આચાર્યોમાં કેટલીક માન્યતામાં અલગતા પણ હતી.’
આચાર્ય વીરસેને ખંડાગમ'ના ૬ ખંડોમાંથી, પહેલા પ ખંડો પર જ ધવલા ટીકાની રચના કરી છે. છઠ્ઠા ખંડનું નામ મહાબંધ છે, જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૐ
૭૭૭૭૭, ૧૮૫