________________
આગવું ઉદાહરણ છે કે - “એક જુગારી, સંત-સમાગમના સુ-પ્રભાવથી કેવી રીતે અધ્યાત્મ-સંપદાના અક્ષય-અણમોલ નિધિનો સ્વામી બની ગયો.
સિદ્ધર્ષિનો જન્મ વિક્રમની આઠમી સદીના પ્રારંભિક કાળની આસપાસ ગુજરાતની તત્કાલીન રાજધાની શ્રીમાલ (હાલમાં ભીનમાલ) નામના ઐતિહાસિક નગરમાં એક નીતિનિપુણ અને ધર્મનિષ્ઠ અમાત્યકુળમાં થયો. તેમના પિતામહ સુપ્રભ (સુરપ્રભ) વિશાળ ગુજરાત રાજ્યના પ્રધાનામાત્ય (મુખ્ય અમાત્ય) હતા. મહામંત્રી સુરપ્રભના દત્ત અને શુભંકર નામના બે પુત્ર હતા. તે બંને ભાઈઓની તત્કાલીન ગુજરાત રાજ્યના વિપુલ વૈભવસંપન્ન શ્રીમંતોની સાથે-સાથે મહાદાનીઓમાં ગણના થતી હતી. દત્તના પુત્રનું નામ માઘ અને શુભંકરના પુત્રનું નામ સિદ્ધ હતું. મહાકવિ માઘ અને સરસ્વતીના પરમ ઉપાસક ધારાપતિ ભોજ વચ્ચે ખૂબ ગાઢ મિત્રતા હતી. માઘે “શિશુપાલવધ' નામના ઉચ્ચ કોટિના મહાકાવ્યની રચના કરીને મહાકવિઓમાં મૂર્ધન્ય(મહત્ત્વનું) સ્થાન પ્રાપ્ત કર્યું.
પોતાના જ્યેષ્ઠ ભ્રાતા (મોટા કાકાના પુત્ર) માધની જેમ જ સિદ્ધર્ષિ પણ અપ્રતિમ કાવ્યપ્રતિભાના ધણી હતા. જ્યાં તેમના જયેષ્ઠબંધુ મહાકવિ માઘે શિશુપાલવધ'ની રચના કરીને ફક્ત સાહિત્ય-જગતમાં જ વિપુલ કીર્તિ મેળવી, ત્યાં સિદ્ધર્ષિએ મુમુક્ષુ સાધકો માટે દીવાદાંડી સમાન પથપ્રદર્શક “ઉપમિતિ ભવ પ્રપંચ કથા' નામના મહાકાવ્યની રચના કરીને આધ્યાત્મિક-જગત અને સાહિત્યિક-જગત, એમ બંને ક્ષેત્રોમાં સમાન રૂપથી અક્ષય કીર્તિ પ્રાપ્ત કરી. તેઓ અધ્યાત્મકળા સિવાયની સંસારની તમામ કળાઓને નિરર્થક (ફાલતું) સમજતા હતા.
સિદ્ધર્ષિનો જન્મ ગુજરાતનરેશ વર્મલાતના મહામાત્ય સુરપ્રભના સૌથી નાના (કનિષ્ઠ) પુત્ર શુભંકરની ધર્મનિષ્ઠા પત્ની લક્ષ્મીની કૂખે થયો. શુભંકર શ્રેષ્ઠી વિપુલવૈભવનો સ્વામી અને મહાદાની હતો. આથી તમામ પ્રકારની સુખ-સુવિધાઓથી સંપન્ન ને ઐશ્વર્યપૂર્ણ વાતાવરણમાં બાળક સિદ્ધનું પાલન-પોષણ ખૂબ લાડ-કોડથી કરવામાં આવ્યું. શિક્ષણ આપવાને લાયક ઉંમર થઈ જતાં પિતાએ પોતાના પુત્રના શિક્ષણની તમામ વ્યવસ્થા કરી. કુશાગ્ર બુદ્ધિ બાળક સિદ્ધ યુવાવસ્થામાં પ્રવેશ કરતા-કરતા અનેક વિદ્યાઓમાં નિષ્ણાત થઈ ગયો.
સિદ્ધકુમાર વિપુલ સંપદાના માલિક, માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો. કેટલાક મનમોજી વ્યસનપ્રિય મિત્રોના સાથસંગાથના પરિણામ [ ૨૧૮ દઈ દ ઈ ૬૬૩૬૩૬૩ જૈન ધર્મનો મોલિક ઇતિહાસ (ભાગ-૩)