________________
સ્વરૂપ સિદ્ધકુમારને જુગાર રમવાનું વ્યસન લાગી ગયું. ધૂતક્રીડા(જુગારની રમત)ના દુર્વ્યસનમાં તે ધીરે-ધીરે એટલો ઊંડો ઊતરી ગયો કે, રાત્રે ઘરે પણ ખૂબ મોડેથી આવવા લાગ્યો. તેની પત્ની તેની રાહ જોઈને રાત-રાતભર જાગતી રહેતી. આ પ્રમાણે હરહંમેશ (દરરોજ) રાત્રિ-જાગરણ અને ચિંતાના લીધે સિદ્ધની પત્ની ઉત્તરોત્તર દૂબળી થતી ગઈ અને બીમાર રહેવા લાગી.
પોતાની પુત્રવધૂની આવી સ્થિતિ જોઈને એક દિવસ ગૃહસ્વામિની લક્ષ્મીએ ચિંતા પ્રગટ કરી. આગ્રહપૂર્વક પૂછતાં પુત્રવધૂએ બધી હકીકત જણાવી દીધી. સાસુએ કહ્યું : “હવે હું બધી વ્યવસ્થા કરી દઈશ. તું નિશ્ચિત થઈ જા.”
તે રાતે તે પુત્રના આવવાની રાહ જોવા લાગી. રાત્રિના ચોથા પહોરમાં પુત્ર સિદ્ધ ઘરે આવ્યો. તેણે ઘરનો દરવાજો ખોલવા માટે વિનંતી કરી, તો પુત્રને શિખામણ આપવા માટે તેણે થોડા કઠોર સ્વરમાં કહહ્યું : “આ પણ કોઈ સમય છે, આટલી રાત વીત્યે ઘરે આવવાનો? ગૃહસ્થોના ઘરના દરવાજા રાતભર ખુલ્લા નથી રહી શકતા.”
પુત્રે પોતાનો ગુનો સ્વીકારતા સ્વરમાં માતાને પ્રશ્ન કર્યો : “તો આ સમયે હું બીજે ક્યાં જઉં મા?”
આજે જો દરવાજો નહિ ખોલું તો મારો પુત્ર ભવિષ્યમાં હંમેશાં સમયસર આવશે,' એમ વિચારીને માતાએ જવાબ આપ્યો : “ચાલ્યો જા ત્યાં જ, જ્યાં રાતે દરવાજા ખુલ્લા રહેતા હોય.”
આને માતાનો આદેશ માનીને આગળ કંઈ પણ બોલ્યા વગર સિદ્ધ પોતાના ઘરના દરવાજેથી વળીને શ્રીમાલનગરના મુખ્ય માર્ગ પર બંને બાજુનાં ઘરો તરફ નજર કરતાં-કરતાં આગળ વધવા લાગ્યો. તેણે જોયું કે બધાં ઘરોના દરવાજા બંધ છે. એક પણ ઘરનો દરવાજો ખુલ્લો નથી. ખુલ્લા દરવાજાવાળા ઘરની શોધમાં જુદા-જુદા રસ્તાઓ અને વસ્તીઓમાં ફરતા-ફરતા સિદ્ધની નજર એક એવા ઘર પર પડી જેને દરવાજા એકદમ ખુલ્લા હતા. સિદ્ધ તે ઘરમાં પ્રવેશ કર્યો. તે એક જૈન ઉપાશ્રય હતો. ત્યાં તેણે જોયું કે તેમાં એક જૈનાચાર્ય પોતાના શિષ્યો સાથે બિરાજમાન છે. બધા મુનિ જાગૃત અને વિવિધ આધ્યાત્મિક સાધનાઓમાં મગ્ન હતા. | જૈન ધર્મનો મોલિક ઇતિહાસ : (ભાગ-૩) ઝ369696969696969696963 ૨૧૯ |