________________
વાસણમાં પડ્યો. જ્યારે તેણે અનુભવ્યું કે તેનો હાથ દહીં પર લાગ્યો છે, તો તે કશું લીધા વિના જ તરત ત્યાંથી ખાલી હાથે પાછો ફરી ગયો. સવારે જ્યારે ઘરના લોકોને ખબર પડી કે - “ઘરમાં રાત્રે ખાતર (ધાડ) પડ્યું છે, તો ઘરમાં સારી પેઠે છાનબીન (શોધખોળ) કરવામાં આવી. ફકત દૂધ-દહીંના ભંડારાગારનું ઢાંકણું ખુલ્લું જોઈ અને દહીંમાં કોઈના હાથની રેખાના નિશાન જોઈ સૌ ઘરવાળાઓને પૂરો વિશ્વાસ થઈ ગયો કે - “ધાડ પડી છે જરૂર પણ ઘરમાંથી કોઈ વસ્તુ ગઈ નથી.” શ્રેષ્ઠીની બહેન શ્રીદેવીએ દહીંનું તે વાસણ બહાર કાઢીને જોયું તો તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેણે તેના ભાઈ અને પરિવારજનોને કહ્યું : “જે વ્યક્તિ આપણા ઘરમાં ધાડ પાડવા માટે આવી હતી તે કોઈ સાધારણ વ્યક્તિ નહિ, પણ કોઈ મહાન ભાગ્યશાળી પ્રતાપી પુરુષ છે. તેના હાથની રેખાઓના જે નિશાન દહીંના ઉપરી તળ પર ઊપસી આવ્યાં છે, તે પૂર્ણ રૂપે સ્પષ્ટ નથી. પરંતુ જે એક-બે રેખાચિહ્ન સ્પષ્ટ દેખાય છે, તેનાથી ચોક્કસપણે એમ કહી શકાય કે, યા તો તે વર્તમાનમાં જ કોઈ મહાપ્રતાપી પુરુષ છે અથવા નજીક ભવિષ્યમાં જ તેનો સૂર્યની સમાન ભાગ્યોદય થવાનો છે. મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે, આવા ભાગ્યશાળી પુરુષને ધાડ પાડવાની જરૂરત કેમ પડી?” શ્રી દેવીએ તે ઘટનાની વાસ્તવિકતાને ન સમજી શકવાને કારણે પોતાના મનમાં ઉત્પન્ન થયેલી મનોવેદનાને અભિવ્યક્ત કરતાં કહ્યું : “કેટલું સારું થાય જો તે પુરુષ ફરી એકવાર પોતાના ઘરમાં આવે, તો હું તેના હાથની રેખાઓ સારી રીતે જોઈને તેને બતાવું કે વાસ્તવમાં તે કોણ છે અને શું બનવાવાળો છે ?” કર્ણ-પરંપરાથી શ્રીદેવી દ્વારા પ્રગટ થયેલા ઉદ્ગાર વનરાજ સુધી પહોંચી ગયા. બીજા દિવસે ગુપ્ત વેશમાં તે કાકરના શ્રેષ્ઠીના
ઘરે પહોંચ્યો અને તેણે શ્રેષ્ઠીની સાથે તેની બહેન શ્રીદેવી સાથે | મુલાકાત કરી. શ્રીદેવીએ તેનાં લક્ષણો અને હાથની રેખાઓથી
ઓળખી લીધો કે આ એ જ પુરુષ છે, જેના હાથના નિશાન દહીંના જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૩) 969696969696969696969694 ૧૪૫]