________________
* જાંબે તત્કાળ ખૂબ નિર્ભયતાથી જવાબ આપ્યો : “તમે લોકો ત્રણ
છો, માટે તમારા માટે આ ત્રણ બાણ પૂરતાં છે. બાકીના બે બાણનો બોજો હું નકામો કેમ ઉઠાવું; એટલા માટે મેં તેમને તોડીને એક બાજુ ફેંકી દીધાં.” હાસ્યસભર આશ્ચર્યભર્યા સ્વરમાં વનરાજે પૂછયું : “એમ ! એટલો બધો અતૂટ વિશ્વાસ છે તને પોતાની ધનુર્વિદ્યા પર ? જો એમ જ હોય તો પવનના સુસવાટાથી થનગનતા પેલા ઝાડની ડાળીની ડાબી બાજુ લટકતાં પેલા ફળનો લક્ષ્યવેધ કર.” જાંબે તત્કાળ પોતાના ધનુષ્યની પ્રત્યંચા પર નિશાન લગાવી બાણ ચલાવી દીધું. જેની તરફ વનરાજે સંકેત કરેલો, તે જ ફળ પૃથ્વી પર આવી પડ્યું. હર્ષવિભોર થઈ વનરાજે કહ્યું : “તમારા સાહસ અને અસાધ્ય લક્ષ્યવેધથી હું ખૂબ જ પ્રસન્ન થયો છું. ગુર્જર રાજ્યની સ્થાપનાની સાથે જ હું તમને મારા રાજ્યના મહામંત્રી બનાવીશ. સમજી લો કે, આજ - આ ઘડીથી જ તમે મારા વિશાળ ગુર્જર રાજ્યના પ્રધાનમંત્રી છો. તમારા બુદ્ધિકૌશલથી તમે કોઈ એવો ઉપાય વિચારો કે - “જેથી આપણને વિપુલ ધનની પ્રાપ્તિ થાય. તમારી બુદ્ધિ અને મારી શકિતના મિલનથી સફળતા આપણા ચરણ ચૂમશે. ભાવિ ગુર્જર રાજ્યના મહામાત્ય ! જાઓ અને વિપુલ ધનરાશિની પ્રાપ્તિ માટે ઉપાય શોધવાની શરૂઆત હમણાંથી જ કરી દો.” શ્રેષ્ઠી જાંબે પણ વનરાજની આજ્ઞાને એ જ રૂપમાં શિરોધાર્ય કરી, જે રીતે એક પ્રધાનમંત્રી પોતાના સમ્રાટની આજ્ઞાને શિરોધાર્ય કરે છે. વનરાજે શ્રેષ્ઠી જાંબનું નામ, ગામ વગેરે પોતાની
રોજનીશીમાં લખીને તેને સહર્ષ જવાની રજા આપી દીધી. ૨. સંઘર્ષના એ દિવસોમાં પોતાના સૈનિકોની આવશ્યકતાઓની
પૂર્તિ માટે વનરાજને એક વાર રાત્રિના સમયમાં કાકર નામના ગામના શ્રીમાળી જાતિના જૈન શ્રીમંતના ઘરમાં ધાડ પાડવા માટે મજબૂર થવું પડ્યું. તે ઘરના કોઈ એક ઓરડામાં ઘૂસીને તેણે એક ભંડારનું ઢાંકણું ખોલ્યું અને હાથ અંદર નાખ્યો. સંજોગવશ
અંધારામાં તેનો હાથ દહીંથી ભરેલા એક પહોળા મોઢાવાળા [ ૧૪૪ 33696969696969696969) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)