________________
ધ્યેયની પ્રાપ્તિ થઈ. આટલા લાંબા સંઘર્ષમય કાળમાં તેને આચાર્ય શીલગુણસૂરિ, તેમના શિષ્ય અને પટ્ટધર દેવચંદ્રસૂરિ અને ચૈત્યવાસી જૈનસંઘનો, લગાતાર કોઈ ને કોઈ રૂપે સક્રિય સહયોગ મળતો રહ્યો. સંઘર્ષની ઘડીઓમાં મોટીમાં મોટી મુશ્કેલી આવવા છતાં પણ તે કદી નિરાશ ન થયો. પોતાના સંઘર્ષપૂર્ણ જીવનકાળમાં અનેકો વાર આવેલી અભાવગ્રસ્ત વિભિન્ન અવસ્થાઓમાં પણ તે શક્તિશાળી ગુર્જર રાજ્યની સ્થાપનાનું સ્વપ્ન જોતો રહ્યો. તે પોતાની કલ્પનાના વિશાળ ભાવિ રાજ્ય માટે યોગ્ય પ્રધાનામાત્ય, મંત્રી, દંડનાયક, સેનાપતિ વગેરે પદોના ભારને વહન કરવામાં સક્ષમ હોય તેવી વ્યક્તિઓની પસંદગી કરવાનું પણ પહેલેથી જ વિચારતો રહેતો.
પોતાનાં સ્વપ્નોના સામ્રાજ્યનું વ્યવસ્થિત સંચાલન કરવા માટે, વનરાજ દ્વારા કરાયેલી સુયોગ્ય વ્યક્તિઓની પસંદગીની ઘટનાઓ ખૂબ જ રોચક છે. એ દૃષ્ટિથી તેમાંથી બે-ત્રણ મુખ્ય ઘટનાઓનો અહીં ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે :
૧. સંઘર્ષના કપરા કાળમાં પોતાના સૈનિકોનાં ભરણ-પોષણ અને શત્રુઓની સાથે યુદ્ધ માટે જરૂરી શસ્ત્રાસ્ત્રોની પૂર્તિ માટે વનરાજને દસ્યુકર્મ (લૂંટ-ફાટ) પણ સ્વીકારવો પડ્યો. એક દિવસ જાંબ અથવા ચાંપા નામનો શ્રીમાળી જાતિનો જૈન વેપારી ઘી (ધૃત) વેચવા માટે નગર તરફ જઈ રહ્યો હતો. જ્યારે તે ઘી-પાત્રોથી ભરેલાં પોતાનાં ગાડાંઓ સાથે એક જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે વનરાજને પરિસ્થિતિવશ દસ્યુકર્મ કરવા માટે મજબૂર થવું પડયું હતું. ગાડાંઓની સાથે વેપારીને જોતાં જ, પોતાના બે સાથીઓ સાથે આગળ વધીને વનરાજે તેમને રોક્યા. બુદ્ધિશાળી વાણિયાએ ભાંખી લીધું કે, આજે તેને લૂંટી લેવામાં આવશે. તે પોતે બાણાવાળી હતો. તેણે તરત જ પોતાના ભાથામાંથી બધાં જ તીર બહાર કાઢ્યાં. તેની પાસે કુલ પાંચ તીર હતાં. તે પાંચ તીરમાંથી બે તીર તેણે વનરાજની નજર સામે જ તોડી-મરોડીને એક બાજુ ફેંકી દીધાં; અને બાકીના ત્રણ તીરને હાથમાં લઈને ઊભો થઈ ગયો. વનરાજે આશ્ચર્ય સાથે તે વેપારીને પૂછ્યું : ‘‘હે વિણક ! આ પાંચ બાણમાંથી, બે તોડીને તે કેમ એક બાજુ ફેંકી દીધાં ?’’ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૭૩, ૧૪૩