________________
પુત્ર વનરાજના રહેવાસ માટે એક સુરક્ષિત ભવન, ભોજન આદિ જીવનજરૂરી સાધન-સામગ્રીઓની યોગ્ય વ્યવસ્થા કરી આપી.
બાળક વનરાજનું લાલન-પાલન ખૂબ જ લાડ-કોડથી થવા લાગ્યું. બાળક વનરાજ બીજના ચંદ્રની કળાની જેમ ઉત્તરોત્તર વધવા લાગ્યો. તે પોતાનો ઘણો ખરો (મોટા ભાગનો) સમય આચાર્ય શીલગુણસૂરિના આવાસ - ચૈત્યાલયમાં પસાર કરતો.
શીલગુણસૂરિના પટ્ટશિષ્ય દેવચંદ્રસૂરિએ બાળક વનરાજના શિક્ષણની જવાબદારી સ્વયં પોતાના હાથમાં લીધી. દેવચંદ્રસૂરિ ખૂબ મનોયોગપૂર્વક સ્નેહથી વિદ્યાધ્યયન કરાવતા અને સાથે-સાથે તેને જૈન ધર્મના પ્રમુખ સિદ્ધાંતોનું પ્રારંભિક શિક્ષણ પણ આપતા. તેમણે વનરાજના બાળસહજ નિષ્કપટ માનસમાં ક્ષત્રિયકુમારોચિત સત્ય, શીલ, શૌર્ય, પરોપકાર, નિર્ભિકતા વગેરે ઉચ્ચ નૈતિક ધરાતલના સંસ્કારોને ઢાળવાનો પ્રયાસ કર્યો.
દેવચંદ્રસૂરિની આશાને અનુરૂપ બાળક વનરાજ પણ આ બધા સુસંસ્કારોને હૃદયાંગમ કરવાની સાથે-સાથે તેમને પોતાના જીવનમાં ઉતારવા લાગ્યો. કુશાગ્ર બુદ્ધિ બાળક વનરાજ કિશોરવયમાં પ્રવેશ કરતાં-કરતાં વ્યાવહારિક જ્ઞાનની સાથે-સાથે અનેક વિદ્યાઓ, નીતિ અને ન્યાયશાસ્ત્રમાં પારંગત બની ગયો.
યોગ્ય શિક્ષણ પ્રદાન કરી દીધા પછી દૂરંદેશી અવસરજ્ઞ શીલગુણસૂરિએ વનરાજને તેના મામા સૂરપાલની પાસે ક્ષત્રિયોચિત શસ્ત્રાસ્ત્રોનું શિક્ષણ લેવા માટે મોકલી દીધો. પોતાના મામાની પાસે રહીને વનરાજે શસ્ત્રાસ્ત્ર-સંચાલન અને રણભૂમિમાં શત્રુઓ પર વિજય મેળવવાની યુદ્ધ-કૌશલ-કળાનું શિક્ષણ મેળવ્યું.
વનરાજ બાળપણથી જ ખૂબ મહત્ત્વાકાંક્ષી હતો. યુવાવસ્થામાં પ્રવેશતાં જ તેણે ગુર્જરભૂમિમાં એક શક્તિશાળી રાજ્યની સ્થાપના કરવાનો દૃઢ સંકલ્પ કરી લીધો.
શક્તિશાળી ગુર્જર રાજ્યની સ્થાપનાને પોતાના જીવનનું લક્ષ્ય બનાવી લેવાથી, વનરાજને લક્ષ્યપૂર્તિ માટે લાંબા સમય સુધી સંઘર્ષરત રહેવું પડ્યું. લગભગ ૩૦ વરસ સુધી સંઘર્ષરત રહ્યા પછી તેને લક્ષિત ઊજી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૧૪૨ ૭૭૯