________________
વાસણમાં અંકિત થયેલા જોવાં મળ્યાં હતાં. શ્રીદેવીએ વનરાજને પોતાનો ભાઈ માનીને તેના હાથમાં અંકિત રેખાઓ જોઈને કહ્યું કે - “નજીક ભવિષ્યમાં જ તે એક મહાન સામ્રાજ્યનો સ્વામી બનવાવાળો છે.'' તેણે ખૂબ જ સ્નેહ-સન્માન સાથે વનરાજને પોતાને ઘરે ભોજન કરાવ્યું અને વાતો વાતોમાં ઉચ્ચ આદર્શો પર અડગરૂપથી તટસ્થ રહેવાનો પ્રેરણાપ્રદ બોધ આપ્યો.
તમે મારા ધર્મનાં બહેન છો' - એમ કહીને વનરાજે શ્રીદેવી દ્વારા આપવામાં આવેલી શિક્ષાઓને પોતાના જીવનમાં ઉતારવાનું આશ્વાસન આપતા, પોતાનું હાર્દિક દૃઢ સંકલ્પ પ્રગટ કર્યો કે - જે સમયે પોતે રાજસિંહાસન પર બેસશે તે સમયે પોતાની ધર્મની બહેન શ્રીદેવીના હાથે જ રાજતિલક કરાવશે.’
૩. એ જ રીતે વનરાજે ચાવડા-રાજવંશના રાજસિંહાસન પર આરૂઢ થતાં પહેલાં જ પોતાના સંધિવૈગ્રહિક અથવા પરમ વિશ્વાસપાત્ર અથવા પોતાના રહસ્યપૂર્ણ કાર્યકલાપોમાં ગુપ્ત મંત્રણા કારક મંત્રીના રૂપમાં મોઢ જાતિના જૈન શ્રી આશકનું ચયન પણ કરી લીધું હતું.
જાંબ શ્રેષ્ઠી વનરાજને જંગલમાં મળ્યા પછી સમય-સમય પર મળતાં રહીને પોતાના બુદ્ધિબળથી ધનપ્રાપ્તિના ઉપાય બતાવતા રહીને તેમને ધનપ્રાપ્તિ કરાવતા રહ્યા. એક દિવસ શ્રેષ્ઠી જાંબે જોયું કે ભુવડ રાજાના રાજસ્વ અધિકારી રાજસ્વની ઉઘરાણી કરવા માટે ગુજરાતમાં આવેલા છે, તો તેમની સાથે સંપર્ક સાધીને જાંબે તેમને જમીન મહેસૂલની ઉઘરાણી કરવામાં ખૂબ મદદ કરી અને તે ભુવડના રાજસ્વ અધિકારીઓને ખૂબ પ્રીતિપાત્ર અને વિશ્વાસુ બની ગયો. જાંબે વસૂલાતમાં આવેલી ધનરાશિને સોનામહોરોમાં ફેરવાવી આપી.
મહેસૂલની પૂરી વસૂલાત થઈ ગયા પછી ભુવડના અધિકારીઓની કલ્યાણી પાછા ફરવાની તિથિ નક્કી થઈ. જાંબે ખૂબ જ ગુપ્તતાથી વનરાજનો સંપર્ક સાધી ભુવડના અધિકારીઓના પાછા ફરવાના માર્ગ તેમજ તિથિ વગેરેની બાતમીથી તેને અવગત કરી દીધો. ૧૪૬ |૭૭૭ ઊઊઊ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)