________________
વનરાજ ચાવડાનાં નૈતિક મૂલ્યો ખૂબ જ ઉચ્ચ કોટિનાં હતાં. તેના વિશે એક લોકકથા છે કે - “વનરાજના શાસનકાળમાં એક વખત ૧૦૦૦ ઘોડા અને ૫૦૦ હાથીથી લદાયેલા જહાજ સમુદ્રીતોફાનના પરિણામ સ્વરૂપ સોમનાથના સમુદ્રી કિનારે, પાટણ રાજ્યની હદમાં આવી પહોંચ્યાં. વનરાજના ત્રણે રાજકુમાર તે જહાજોને લૂંટી લેવા તૈયાર થયા ત્યારે વનરાજે પોતાના રાજકુમારોને આવું અનૈતિક કાર્ય કરતા રોક્યા, છતાં પણ તેમણે પોતાના સશસ્ત્ર સેવકોને મોકલીને જહાજોને લૂંટી લીધાં અને લૂંટમાં મળેલા ૫૦૦ હાથી તથા ૧૦૦૦ ઘોડા વનરાજની સમક્ષ ઉપસ્થિત કર્યા. પોતાના પુત્રો દ્વારા કરવામાં આવેલા આવા અવૈધ કામથી વનરાજને ખૂબ દુઃખ થયું.
ત્યાર બાદ ન્યાય તોળતા વનરાજે પોતાના પુત્રોને કહ્યું: “પુત્રો! તમે રાજઆજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે, આ અપરાધનો દંડ કાંતો તમે સ્વયં ભોગવો અથવા તમારા સંરક્ષક હોવાના નાતે તમારા અપરાધનો દંડ મારે ભોગવવો જોઈએ.” આમ કહીને બૃહદ્ ગુજરાત રાજ્યના સંસ્થાપક વનરાજે આજીવન માટે અન્ન-જળનો ત્યાગ કરી પૂર્ણ અનશન ધારણ કરી લીધું. કેટલાક દિવસો સુધી અનશન સાથે આધ્યાત્મિક સાધનામાં લીન રહેતા વનરાજે ૧૦૯ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વિ. સં. ૮૬૦માં દેહલીલા સમાપ્ત કરી.
ન કેવળ ગુજરાત પ્રદેશમાં જ, પરંતુ ભારતવર્ષના ઇતિહાસમાં પણ બૃહદ્ ગુજરાત રાજ્યના આદ્ય સંસ્થાપક જૈન ધર્માનુયાયી રાજા વનરાજનું નામ સદા સન્માન સાથે લેવામાં આવશે.
(બપ્પભટ્ટી અને આમરાજ) તેત્રીસમા યુગપ્રધાનાચાર્ય સંભૂતિ અને ચોત્રીસમા યુગપ્રધાનાચાર્ય માઢર સંભૂતિના યુગપ્રધાનાચાર્ય-કાળના પ્રભાવક અને મહાવાદી આચાર્ય બપ્પભટ્ટસૂરિનો જન્મ પાંચાલ પ્રદેશના ડુબાઉઘી (વર્તમાન સમયમાં ડુવા) ગામના ક્ષત્રિય બપ્પની ધર્મપત્ની ભટ્ટીની કુક્ષિથી વિ. સં. ૮૦૦માં ભાદ્રપદ તૃતીયા રવિવારના દિવસે હસ્ત નક્ષત્રમાં થયો.
દીક્ષા : વિ. સં. ૮૦૭ આચાર્યપદ : વિ. સં. ૮૧૧
સ્વર્ગારોહણ : વિ. સં. ૮૯૫ | ૧૫૦ ૬૩૩૬૬૬૭૩૭૬૮ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)