________________
વનરાજે પોતાના ગુરુશીલગુણસૂરિની ઈચ્છાનુસાર પાટણના વિશાળ રાજ્યમાં ચૈત્યવાસી પરંપરાનાં સાધુ-સાધ્વીઓને છોડીને, શેષ તમામ સાધુ-સાધ્વીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની સ્થાયી આજ્ઞા આપીને ગુર્જર પ્રદેશમાં ચૈત્યવાસી પરંપરાના પ્રચાર-પ્રસાર ને પલ્લવનમાં (હર્યોભર્યો રહેવામાં) અપૂર્વ યોગદાન આપ્યું હતું. આને કૃતજ્ઞતા પ્રકાશનમાં વનરાજ દ્વારા પોતાના ગુરુને આપવામાં આવેલી એક ખૂબ જ મોટી ઐતિહાસિક દક્ષિણાની સંજ્ઞા આપવામાં આવે તો કોઈ અતિશયોક્તિ નહિ થાય. વનરાજ દ્વારા આ પ્રકારની પ્રસારિત કરાવવામાં આવેલી પ્રતિબંધાત્મક રાજાજ્ઞાનો, સૌથી મોટો લાભ ચૈત્યવાસી પરંપરાને એ થયો કે વી. નિ.ની અગિયારમી શતાબ્દીથી જ ગુર્જરભૂમિમાં પૂર્ણ વર્ચસ્વ સાથે રહેતા આવેલા ચૈત્યવાસી, વી. નિ.ની સોળમી શતાબ્દીના પૂર્વાર્ધ સુધી ગુર્જરભૂમિમાં પોતાની પરંપરાનું એકછત્ર પ્રભુત્વ જમાવેલું રાખી શક્યા. ગુર્જરભૂમિમાં રાજ્યાશ્રય પામેલી ચૈત્યવાસી પરંપરા, બીજી કોઈ હરીફ પરંપરાના અભાવમાં, વગર કોઈ નડતર, ઉત્તરોત્તર પલ્લવિત અને પુષ્પિત થતી રહી. તેને લગભગ પાંચ શતાબ્દીઓ સુધી વિરોધની હવા સુધ્ધાં ન લાગી.
વનરાજ ચાવડાએ જીવનભર શીલગુણસૂરિ અને દેવચંદ્રસૂરિને પોતાના ગુરુ માન્યા. તે જૈનાચાર્યો અને જૈન શ્રીસંઘ દ્વારા, પોતાના ઉપર કરવામાં આવેલા ઉપકારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે, ફક્ત વનરાજ જ નહિ, પરંતુ તેમના વંશજ પણ પોતાને ચૈત્યવાસી જૈન પરંપરાના ઉપાસક માનતા અને પ્રગટ કરતા રહ્યા.
વનરાજે પાટણ નગરનો વિ. સં. ૮૦૨માં શિલાન્યાસ કરતી વખતે ભગવાન પાર્શ્વનાથના મંદિરના પાયાનો શિલાન્યાસ પણ કર્યો. પાટણ નગને પોતાની રાજધાની બનાવ્યા પછી વનરાજે પાર્શ્વનાથ મંદિરની પ્રતિષ્ઠા પોતાના ગુરુ ચૈત્યવાસી આચાર્ય શીલગુણસૂરિના હસ્તે નિષ્પન્ન કરાવડાવી. પાર્શ્વનાથ ભગવાનના તે મંદિરનું નામ “વનરાજ વિહાર પણ રાખવામાં આવ્યું હતું. વનરાજ વિહારના સંબંધમાં ઉલ્લેખ મળે છે કે - “વનરાજે આ વિહાર પોતાની માતાની સુવિધા માટે બનાવડાવ્યું, જેથી તેઓ નિત્ય પ્રભુ પાર્શ્વનાથની પૂજા-અર્ચના કરી શકે.” વનરાજની માતા પણ પરમ જિનોપાસિકા હતી.
જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૩) 2696969696969696969696) ૧૪૯]