________________
આપતાં રહ્યાં. જાંબનો વંશ ઘણા લાંબા સમય સુધી મંત્રી વંશના રૂપમાં ગુર્જરભૂમિમાં પ્રખ્યાત રહ્યો.
વનરાજે પાટણ વસાવતી વખતે ગાંડ્યૂનિવાસી નીના શ્રેષ્ઠીને પાટણ બોલાવી તેને સપરિવાર પાટણમાં વસાવ્યો. વનરાજે નીનાને મહામંત્રીપદ પ્રદાન કરીને તેને પાટણ નગરનો મહાદંડનાયક પણ બનાવ્યો. મહામંત્રી નીનાએ ગુર્જરભૂમિના રાજવંશોને, નીતિ-નિપુણ અને સ્વામીભક્ત જૈન અમાત્યવંશની ભેટ આપી. નીનાના વંશજ લહિર ચાપોત્કટ-રાજવંશના અંતિમ રાજાના શાસનકાળમાં અને મૂળરાજ સોલંકીના રાજ્યકાળમાં પણ દંડનાયક હતા. આ જ નાના મહામંત્રીના વંશજ વિર અને નેઢ પણ પાટણના દંડનાયક રહ્યા. દંડનાયક વીરનો પુત્ર વિમલ પણ ભીમદેવ સોલંકીના શાસનકાળમાં ગુજરાતનો મંત્રી અને દંડનાયક હતો. આ પ્રમાણે મંત્રી ધવલ, મહામંત્રી આનંદ વગેરે અનેક અમાત્ય આ અમાત્ય-વંશમાં થયા. ગુર્જરેશ જૈન મહારાજા કુમારપાળનાં મહામાત્ય પૃથ્વીપાલ પણ નીના મહામંત્રીના વંશજ જ હતા.
આ રીતે સુયોગ્ય વ્યક્તિઓની પસંદગીમાં વનરાજ ખૂબ જ કુશળ અને અદ્ભુત સૂઝબૂઝનો ધણી હતો. જ્યાં સુધી કૃતજ્ઞતા જ્ઞાપનનો સવાલ છે, તો ચાપોત્કટ-રાજવંશના મહારાજા વનરાજને દક્ષિણના ગંગવંશ અને હોસલ રાજવંશના રાજાઓની સમકક્ષ મૂકી શકાય, જેમણે પોતાના રાજવંશના સંસ્થાપક જૈનાચાર્યોના પ્રતિ અપ્રતિમ કૃતજ્ઞતા પ્રગટ કરતાં જૈન ધર્મના પ્રચાર-પ્રસાર અને તેના અભ્યદય તથા ઉત્કર્ષ માટે અનુપમ યોગદાન આપ્યું.
આચાર્ય શીલગુણસૂરિના કૃપાપ્રસાદથી વનરાજનું સમગ્ર રીતે ઉચિત પાલન-પોષણ થયું. તેમના પટ્ટધર આચાર્ય દેવચંદ્રસૂરિએ તેને સમુચિત શિક્ષણ પ્રદાન કરીને સુયોગ્ય બનાવ્યો. આ બંને ગુરુ-શિષ્ય તથા તેમના ઇશારામાત્રથી પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેવાવાળા જૈન શ્રીસંઘે સમય-સમય પર વનરાજને દરેક રીતે મદદ પૂરી પાડી. પોતાના અનન્ય ઉપકારી-શીલગુણસૂરિ, દેવચંદ્રસૂરિ અને જૈન શ્રીસંઘના પ્રત્યે પોતાની અગાધ કૃતજ્ઞતા પ્રગટ કરતાં વનરાજ ચાવડાએ ગુર્જર રાજ્યના રાજસિંહાસન પર આરૂઢ થતી વખતે શીલગુણસૂરિ અને દેવચંદ્રસૂરિના કરકમળથી વાસક્ષેપ સાથે પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો હતો. ૧૪૮ 96369696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)