________________
મોકલીને આરબો અને તિબેટીઓની ભારતની સીમા પરની હલચલને રોકવા માટે વિનંતી કરી હતી. તે વિનંતી વખતે તેણે જણાવ્યું હતું કે - યશોવર્મન તેનો મિત્ર રાજા છે.”
લલિતાદિત્ય અને યશોવર્મનની વચ્ચે પેદા થયેલ સંઘર્ષને સમાપ્ત કરવા માટે એક સંધિ-પત્ર પણ તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ અભિમાની મંત્રીઓની “અમે મોટા-તમે નાના' જેવી અદૂરદર્શિતાના પરિણામ સ્વરૂપ તે સંધિ-પત્ર પર બંને રાજાઓના સંધિવિગ્રહિકોના હસ્તાક્ષર ન થઈ શક્યા ને તે સંધિનો પ્રયત્ન ભયંકર યુદ્ધમાં પરિણમ્યો. તે યુદ્ધમાં યશોવર્મનની હાર થઈ અને લલિતાદિત્ય વિજયી થયો.
યશોવર્મનના પરાજય બાદ લલિતાદિત્યનો વિજયરથ નિરંતર એક પછી બીજા પ્રદેશમાં વધતો રહ્યો. પ્રતિરોધ કરવાવાળી કોઈ શક્તિ હતી જ નહિ. આ કારણે યશોવર્મન દ્વારા લગભગ ૪૦ વર્ષોના પોતાના વિજય અભિયાનથી જીતેલા રાજ્ય, લલિતાદિત્યને સરળતાથી મળી ગયા.
આ પ્રમાણે ગુપ્ત સામ્રાજ્યના લગભગ ૨૫૦ વર્ષો બાદ લલિતાદિત્ય એક શક્તિશાળી સામ્રાજ્યની સ્થાપના કરવામાં સફળ થયો. ગુપ્તો પછી ભારતનો તે જ એકમાત્ર અંતિમ સમ્રાટ થયો.
વિશાળ ભારતના પોતાના સુવિશાળ સામ્રાજ્યની આવકનો ઘણો મોટો હિસ્સો લલિતાદિત્યે કાશ્મીરની રાજધાનીને સુંદરતમ બનાવવામાં ખર્ચ કર્યો. લલિતાદિત્ય દ્વારા કાશ્મીરની રાજધાનીમાં નિર્માણ પામેલ માર્તડમંદિર તે સમયની શ્રેષ્ઠ કલાકૃતિનું પ્રતીક છે.
રાજકવિ કલ્હણે “રાજતરંગિણી'માં જયાં લલિતાદિત્યના શૌર્ય તેમજ તેના દ્વારા કરેલ દિગ્વિજયોની પ્રશંસા કરી છે, તે સાથે જ લલિતાદિત્યના બે અવગુણોનું જે તે રૂપે દર્શન કરાવવામાં ઇતિહાસલેખકનાં કર્તવ્યોનું પણ સારી રીતે પાલન કર્યું છે. કલ્હણે લખ્યું છે કે - “લલિતાદિત્યના યશસ્વી જીવન પર બે કાળા ડાઘ છે. પહેલું તો એ કે, એક વખત મદિરાપાન કરીને મદથી ઉન્મત્ત થઈને લલિતાદિત્યે પોતાના મંત્રીઓને આદેશ આપ્યો કે - “તેઓ તત્કાળ કાશ્મીરના સુંદર ૧૦૮ 9696969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)