________________
જ લીલાદેવીનું અચાનક મૃત્યુ થઈ ગયું. નિપ્રાણ ગર્ભવતી લીલાદેવીના પેટને ચીરીને તરત જ ગર્ભસ્થ બાળકને જીવતો બહાર કાઢી લેવામાં આવ્યો. ઊગેલા સૂર્ય સમાન બાળકને જોઈને શોકસાગરમાં ડૂબેલા રાજપરિવારને આશાનું એક કિરણ મળ્યું.
બાળકનો જન્મ મૂળા નક્ષત્રમાં થયો હતો; આથી તેનું નામ મૂળરાજ રાખવામાં આવ્યું. ચાપોત્કટ રાજા સામંતસિંહે પોતાના ભાણેજ મૂળરાજનું ખૂબ લાડ-દુલારથી પુત્રની જેમ લાલન-પાલન કર્યું. શિક્ષાયોગ્ય વયમાં તેને રાજકુમારોચિત બધી વિદ્યાઓની સુયોગ્ય વિદ્યા વિશારદો દ્વારા શિક્ષા અપાવડાવી. કિશોરવયમાં પ્રવેશ કરતાં જ સાહસપુંજ મૂળરાજ પોતાના મામા સામંતસિંહને રાજકાર્યોમાં મદદ કરવા લાગ્યો. યુવાવયમાં પ્રવેશ કરતા-કરતા તો મૂળરાજે અનેક સાહસિક કામ કરીને અણહિલપુરપાટણ રાજ્યની સીમાઓનો વિસ્તાર કરવાનો પ્રારંભ કરી દીધો અને તેનાં અદ્ભુત પરાક્રમોની ખ્યાતિ ચારે તરફ ફેલાઈ ગઈ.
સામંતસિંહ સુરાપાન(દારૂ પીવો)ના વ્યસનમાં ગળાડૂબ ડૂબેલો હતો. પોતાના ભાણેજ મૂળરાજ દ્વારા તેની નાની વયમાં જ કરવામાં આવી રહેલી પોતાના રાજ્યની અભિવૃદ્ધિનાં શૌર્યપૂર્ણ સાહસિક કાર્યોથી સામંતસિંહ ફૂલ્યો નહોતો સમાતો. દારૂના નશામાં તે મૂળરાજને પોતાના રાજસિંહાસન પર બેસાડતો અને કહેતો : “વત્સ ! આજથી આ રાજ્યનો તું જ સ્વામી છે. મેં આ આખું રાજ્ય તને આપી દીધું છે.”
જ્યારે દારૂનો નશો ઊતરવા લાગતો ત્યારે સામંતસિંહ પોતાના ભાણેજ મૂળરાજનો હાથ પકડીને રાજસિંહાસન પરથી ઉતારી દેતો અને પોતાના અનુચરો વગેરે સામે તેનો તિરસ્કાર કરતા કહેતો : “આઘો થા અહીંથી, આયો છે મોટો રાજા બનવાવાળો. મારી કૃપાથી ઉછરેલો છોકરો રાજસિંહાસન પર બેઠો છે.” - આ સામંતસિંહનું લગભગ રોજનું કામ હતું. નશો ચઢતાં જ મૂળરાજને સિંહાસન પર બેસાડી દેતો. તેને હાથ જોડીને “રાજધિરાજ'ના સંબોધનથી સંબોધિત કરતા પૂરું સન્માન દર્શાવતો. પોતાના પરિજનો, રાજ્યાધિકારીઓ અને મંત્રીઓ સુધ્ધાં બધાને કહેતો : “આ નરશાર્દૂલ મારો ભાણેજ તમારો, મારો અને આપણા સૌનો રાજરાજેશ્વર છે, તેની દરેક આજ્ઞાનું પાલન કરો.” જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) 36369696969696969696963 ૨૬૩]