________________
દારૂના નશાનો પ્રભાવ ઓછો થતાં જ સામંતસિંહ બધાની સામે તેનો તિરસ્કાર કરતો. સામંતસિંહની આ પ્રમાણેની માન ને અપમાનવાળી વાત દૂર-દૂર સુધી ફેલાઈ ગઈ. આ પ્રકારના અપમાનજનક પ્રસંગોથી બચીને રહેવાનો સ્વાભિમાની મૂળરાજ અનેકવાર પ્રયત્ન કરતો, પરંતુ મદ્યપાનથી ઉન્મત્ત સામંતસિંહ તેના પગે પડી જતો, સ્નેહ પ્રદર્શિત કરતો અને સોગંદ સુધ્ધાં ખાતો કે - “હવે એક વાર રાજસિંહાસન પર તેને આસીન કરીને સદા તેને પોતાનો રાજા જ માનતો રહેશે, ભવિષ્યમાં ક્યારેય તેનો તિરસ્કાર નહિ કરે. પરંતુ બધા સોગંદ, બધી પ્રતિજ્ઞાઓ ક્ષણવારમાં જ કપૂરની જેમ ઊડી જતી. - રોજ રાત્રે પોતાના મામા દ્વારા કરવામાં આવતા આ પ્રકારના હાસ્યાસ્પદ અને અપમાનજનક વ્યવહારથી મૂળરાજ મનમાં ને મનમાં દુઃખી હતો. આ બાજુ મંત્રીગણ, સેનાનાયક, સૈનિક અને પ્રજાજન બધાં મૂળરાજના શૌર્યશાળી સાહસિક વિજય-અભિયાનોથી પૂરી રીતે પ્રભાવિત હતા. એ જ કારણ હતું કે મૂળરાજ અલ્પ સમયમાં જ ખૂબ લોકપ્રિય થઈ ગયો. તેના પ્રત્યે જનમાનસમાં ઊંડો સદ્ભાવ હતો. પ્રજાજનોના પ્રિય અને શ્રદ્ધાપાત્ર મૂળરાજ પ્રત્યે સામંતસિંહના આ પ્રકારના અશોભનીય વ્યવહારથી બધા લોકો અપ્રસન્ન હતા. પ્રજાજનોમાં સામંતસિંહ દ્વારા દરરોજ મૂળરાજ પ્રત્યે કરવામાં આવતા આ પ્રકારના માનપમાનનો ખૂબ ઉપહાસ કરવામાં આવતો હતો.
આખરે મૂળરાજના શુભચિંતકોએ અને મૂળરાજે આ પ્રકારની હાસ્યાસ્પદ અને અપમાનજનક સ્થિતિનો હંમેશાંને માટે અંત લાવવાનો અતિ દઢ નિશ્ચય કર્યો. - હંમેશાની જેમ દારૂના નશામાં ઉન્મત્ત થયેલા અણહિલપુર પટ્ટણાધિપતિ સામંતસિંહે અષાઢ સુદ પૂનમની શુભ રાત્રિમાં મૂળરાજને પોતાના સિંહાસન પર એક મોટા સમારોહ સાથે અભિષિક્ત કર્યો. તેણે પોતે
અણહિલપુર પટ્ટણાધિપતિ મૂલરાજની જય હોના જયઘોષ કર્યા. થોડા સમય સુધી તે બંને હાથ જોડીને મૂળરાજની સામે એક આજ્ઞાકારી સામંતની જેમ ઊભો રહ્યો. આ પ્રમાણે છકેલી હાલતમાં સામંતસિંહે પોતાની “રાજદાન'ની પહેલી ધૂન તો પૂરી કરી લીધી, પરંતુ અડધી રાતે હંમેશાંની જેમ મૂળરાજનો ઉપહાસ કરવાની ધૂન તેના માથા પર સવાર ૨૬૪ 96969696969696969696969] જેન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)