________________
અવસર્પિણીકાળના પ્રભાવથી શારીરિક સંહનન, સંસ્થાન, શક્તિ, સાહસ, શૌર્ય, સહિષ્ણુતા, ક્ષમા, માર્દવ, આર્જવ, બુદ્ધિબળ, અનાસક્તિ, આસ્તિક્ય, અનહંકાર આદિ ગુણો તેમજ ક્ષમતાઓનો અનુક્રમે ઉત્તરોત્તર હ્રાસ થતો રહ્યો, તેમ-તેમ ધીરે-ધીરે આ પરમ પુનિત શ્રમણ પરંપરાઓમાં પણ કાળપ્રભાવથી વિકારોનો પ્રવેશ પ્રારંભ થઈ ગયો.
વી. નિની સાતમી શતાબ્દીના પ્રારંભમાં કાળ-પ્રભાવની સાથેસાથે અસંયતિપૂજા નામના આશ્ચર્યએ પણ પોતાનો પ્રભાવ પ્રગટ કરવાનો પ્રારંભ કર્યો. આ અશુભ યોગો સાથે જ ભગવાન મહાવીરના નિર્વાણના સમયે ૨૦૦૦ વર્ષ સુધી પોતાનો પ્રભાવ પ્રગટ કરવાવાળો ભસ્મ ગ્રહ લાગ્યો હતો, તેનો પણ પ્રભાવ વધવા લગ્યો. આ પ્રકારે એ અમંગલકારી યોગોના પ્રભાવના પરિણામ સ્વરૂપ સતત પ્રવાહમાન જૈન પરંપરાને એવા ખરાબ દિવસ જોવા પડ્યા, જે અનંત અતીતકાળની સાધારણ અવસર્પિણીઓમાં પણ કોઈ વાર જોવા પડ્યા ન હતા.
આ ઘોર અશુભ યોગોના કારણે ખરાબ રીતે બદલાયેલી સામાજિક ને પ્રાકૃતિક પરિસ્થિતિઓમાં જે શ્રમણોએ શિથિલાચારનું શરણું લીધું, તેઓને તે સમયના લોકો દ્વારા તત્કાળ લોકનિંદાના ભોગ થવું પડ્યું. અતઃ શિથિલાચારની તરફ ઝૂકેલા પરીષહભીરુ શ્રમણોએ લોકંદષ્ટિમાં નીચી ઊતરતી પોતાની પ્રતિષ્ઠાને બચાવવા અને પોતાના મિથ્યા અહંની પુષ્ટિ માટે અનેક નવા-નવા માર્ગ શોધવાનો પ્રારંભ કરી દીધો. અન્ય સંપ્રદાયોના વધતા આડંબરો અને આકર્ષણોની વચ્ચે શ્રમણાચારની શાસ્ત્રોક્ત પરંપરાનું સાધારણ સાધકો માટે પાલન કરવું અત્યંત મુશ્કેલ સમજીને તત્કાલીન આચાર્યોએ સમયાનુસાર સુવિધાજનક માર્ગ કાઢવા માટેના વિચારથી ચૈત્યવાસને પ્રોત્સાહન આપ્યું. તેઓએ ભલા-ભોળા અંધશ્રદ્ધાળુ લોકોને જાદૂ-ટોના, યંત્ર-તંત્ર આધારિત ચમત્કારો અને ભૌતિક પ્રલોભનોમાં ફસાવીને તેઓને પોતાના ભક્ત બનાવવાનો પ્રારંભ કર્યો. તેઓ કહેવા લાગ્યા કે - “કલિયુગની બદલાયેલી પરિસ્થિતિઓમાં આગમવિહિત શ્રમણાચારનું પાલન અસંભવ છે. કેવળ કઠોર તપસ્યા, પરીષહ સહન, પરિગ્રહ પરિત્યાગ, ભિક્ષાટન, અપ્રતિહત વિહાર આદિ જ મોક્ષસાધન હોય, એવું નથી. આ અતિદુષ્કર કાર્યોના જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 9696969696969696969696) ૩૧ |