________________
પોતાના એ અપવાદ સ્વરૂપ દોષપૂર્ણ આચરણ માટે તેઓએ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરીને આત્મશુદ્ધિ કરી. પરંતુ વિ. નિ.ની પ્રથમ સહસ્ત્રાબ્દીના અનન્તર સ્થિતિ આનાથી તદ્દન જુદી રહી.
વિ. નિ.ના પ્રથમ સહસ્ત્રાબ્દીથી ઉત્તરવર્તીિ આચાર્યોએ ધર્મસંકટનાં વાદળો ઘેરાવાથી સમય-સમય પર અપવાદમાર્ગનું અવલંબન કર્યું. પરંતુ તેઓના એ આચરણ માટે પ્રાયશ્ચિત્ત લેવાના બદલે તે આચાર્યોએ તે અપવાદમાર્ગને જ શ્રમણજીવનનું કાયમી આવશ્યક અંગ માની લીધું. એ પ્રકારે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ પછી ગૌણ બનેલી વિશુદ્ધ શ્રમણ પરંપરાને છોડીને શેષ બધી શ્રમણ પરંપરાઓમાં અપવાદમાર્ગે ઉત્સર્ગમાર્ગનું સ્થાન ગ્રહણ કર્યું. તીર્થકરોએ જૈન ધર્મમાં ઉત્સર્ગ અને અપવાદ બંને પ્રકારના માર્ગને સ્થાન આપેલ છે; પરંતુ અપવાદમાર્ગને વિશિષ્ટ પ્રકારની અપરિહાર્ય પરિસ્થિતિઓમાં જ અપનાવવાની છૂટ આપેલ છે. ઉત્સર્ગમાર્ગ એક પુનિત કર્તવ્ય છે, તો અપવાદમાર્ગ મજબૂરી અથવા દબાણપૂર્વક પરિસ્થિતિમાં કરવામાં આવેલ કાર્ય છે.
વસ્તુસ્થિતિ એ છે કે દેવર્ધિગણિના સ્વર્ગારોહણ પછીનાં અનેક, કારણોથી જૈન ધર્મસંઘમાં અનેક પ્રકારની દ્રવ્ય પરંપરાઓનો પ્રાદુર્ભાવ થયો. તે દ્રવ્ય પરંપરાઓનાં આચાર્યો અને શ્રમણ-શ્રમણીઓએ અપવાદોનો પ્રવાહ પ્રવાહિત કરીને શ્રમણાચારના મૂળ સ્વરૂપમાં યથોચિત પરિવર્તનની સાથે જૈન ધર્મના મૂળભૂત આધ્યાત્મિક સ્વરૂપમાં આમૂલ પરિવર્તન કરી દીધું.
કેટલાક પ્રાચીન ઉલ્લેખોથી એ અનુમાન પણ કરી શકાય છે કે – વી. નિ. સં. ૧૦૦૦ થી વી. નિ. સં. ૧૭૦૦ની અવધિ વચ્ચે ક્ષીણસરિતાના રૂપમાં અવશિષ્ટ રહેલ ભાવશ્રમણ પરંપરા કોઈ-કોઈ વાર ઉત્તરાલ તરંગિત પણ થઈ, પરંતુ તે દ્રવ્ય પરંપરાઓના પ્રબળ વર્ચસ્વના પરિણામ સ્વરૂપ તેનો ઉભરાયેલ વેગ પુનઃ શાંત થઈ ગયો.”
(ચૈત્યવાસી પરંપરાનો ઉદ્દભવ અને ઉત્કર્ષ) ભગવાન મહાવીરના નિર્વાણ પશ્ચાતું પણ તેમનો ધર્મસંઘ શતાબ્દીઓ સુધી સતત જાગૃત રહીને શાસ્ત્રોક્ત વિશુદ્ધ શ્રમણાચારનું જ પાલન કરતો રહ્યો. જેમ-જેમ સમય વીતતો ગયો અને અપકર્ષોન્મુખ ૩૦ 0996969696969996)જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)