________________
અતિરિક્ત ચૈત્યનિર્માણ, ચૈત્યવંદન, પૂજન, અર્ચન, તીર્થયાત્રા, પ્રતિષ્ઠા મહોત્સવ, પ્રભાવના વિતરણ વગેરે અનેક સરળ, શુભકાર્યોથી પણ મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે.' જ્યારે લોકોએ પહેલીવાર આ સાંભળ્યું તો તેઓ સુવિધાભોગી શ્રમણોની તરફ આકર્ષિત થવા લાગ્યા.
શિથિલાચારની તરફ ઉન્મુખ થયેલ તે શ્રમણોએ આ પ્રકારે પોતાની નીચી ઊતરતી પ્રતિષ્ઠાને થોડી હદ સુધી બચાવી રાખવામાં સફળતા પ્રાપ્ત કરી. તેઓએ ધર્મના નામ પર અનેક એવાં આડંબરપૂર્ણ વિધિવિધાનોનું પ્રચલન કર્યું, જેનો આગમોમાં - ગ્રંથોમાં ક્યાંય પણ કોઈ ઉલ્લેખ નથી. સર્વ પ્રથમ તીર્થંકરોના નિર્વાણ પછી તેઓના પાર્થિવ શરીરનાં અંતિમ સંસ્કારસ્થળો પર નિર્મિત સ્તૂપો પર પથ્થરની મૂર્તિઓની અને આયાગ-પટ્ટોની સ્થાપના કરવામાં આવી. ત્યાર બાદ મંદિરોના નિર્માણ, પ્રતિષ્ઠા-મહોત્સવ, તીર્થયાત્રાઓ વગેરે બહુજન આકર્ષક, લોક રંજનકારી આયોજનોનો પ્રચાર કરવામાં આવ્યો. આવા અવસરો પર પ્રભાવના-વિતરણનો પણ પ્રારંભ કરવામાં આવ્યો. આનાથી લોકોને પોતાના તરફ આકર્ષિત કરવામાં સફળતા મળી. આનાથી ઉત્સાહિત થઈ તે વેશધારી શ્રમણોએ ભગવાન મહાવીરના પરંપરાગત મૂળ ધર્મસંઘથી ભિન્ન પોતાનો એક પૃથક્ ધર્મસંઘ બનાવવાનો નિશ્ચય કર્યો.
વી. નિ. સં. ૮૫૦માં ચૈત્યવાસી સંઘની સ્થાપના કરવામાં આવી. ચૈત્યવાસીસંઘનાં શ્રમણ-શ્રમણી, ચૈત્યવાસી નામથી ઓળખાવા લાગ્યાં. ચૈત્યવાસી સાધુઓએ વિહારનો પરિત્યાગ કરી ચૈત્યોમાં જ સ્થાયી-નિવાસનો પ્રારંભ કરી દીધો. તે ચૈત્યવાસી સાધુઓએ પોતાના ભક્તજનો પાસે દ્રવ્ય લઈ પોતપોતાનાં મંદિર બનાવડાવ્યાં. તે મંદિરોમાં પણ ભગવાનને ભોગ લગાડવાના નામ પર મોટી-મોટી પાકશાળા (ભોજનશાળા)ઓ બનાવડાવી. તે ભોજનશાળાઓમાંથી આધાકર્મી આહાર લેવાનો પ્રારંભ કરી દીધો. આ પ્રકારે વી. નિ. સં. ૮૫૦ થી ખુલ્લી રીતે ચૈત્યોમાં રહેવું અને આધાકર્મી આહાર લેવાનો પ્રારંભ થઈ ગયો હતો.
વી. નિ. સં. ૧૦૦૦ સુધી પૂર્વધર મહાન આચાર્યની વિદ્યમાનતામાં નવીન માન્યતાવાળા ચૈત્યવાસીસંઘ ભગવાન મહાવીરના અધ્યાત્મપરાયણ મૂળ ધર્મસંઘની તુલનામાં ગૌણ જ બની રહ્યો. પરંતુ પૂર્વધર જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૩૨