________________
પરંતુ વી. નિ.ની સાતમી શતાબ્દીના પ્રથમ દશકમાં તેમજ ત્યાર બાદ તેની આસપાસના જ કોઈ સમયમાં ચતુર્વિધ જૈન મહાસંઘ બે જ નહિ, પરંતુ તાંબર, દિગંબર અને યાપનીય - આ ત્રણ સંઘોમાં વિભક્ત થઈ ગયો. આ વિભેદના કારણથી અશક્ત બનેલા જૈનસંઘની નવોદિત વિભિન્ન ઈકાઈઓમાં પ્રારંભમાં પ્રચ્છન્ન રૂપેણ શનૈઃ શનૈઃ સ્કૂલનાઓમાં સૂત્રપાત થવા લાગ્યું. પરિણામ સ્વરૂપ સાધુ-સાધ્વી વર્ગમાં શિથિલાચાર દ્રુતગતિથી વ્યાપક રૂપ ગ્રહણ કરવા લાગ્યો. આ પ્રકારે વિશુદ્ધ શ્રમણાચારથી ખૂલનની તરફ પ્રવૃત્ત થયેલ શ્રમણ-શ્રમણી વર્ગોએ પરસ્પર ગઠબંધન કરી પોત-પોતાનું પૃથક્ પૃથક સંગઠન બનાવવાનો પ્રારંભ કર્યો. શ્રાવક-શ્રાવિકા વર્ગને અધિકમાં અધિક સંખ્યામાં પોત-પોતાની તરફ આકર્ષિત કરીને પોત-પોતાના પક્ષને પ્રબળ બનાવવાના પ્રયાસ થવા માંડ્યા. પોત-પોતાના અભિનવ આચારવિચાર અને કાર્ય-કલાપો તથા વિધિ-વિધાનોને ઔચિત્યનું પરિધાન પહેરાવવા માટે કલિયુગમાં બદલાતા જતા સમયનો સહારો લેવાવા લાગ્યો. લોકોને સમજાવવામાં આવ્યું કે - “હવે એવો સમય રહ્યો નથી કે પ્રતિદિન, આજે અહીં તો કાલે ત્યાં, આ પ્રકારે વિહાર કરવો જોઈએ.' ધર્મારાધનાના એકમાત્ર અનિવાર્ય સાધન શરીરને નીરસ ભિક્ષાનથી અસમયમાં જ અશક્ત અને કુશ કરવો જોઈએ નહિ. અહીં-તહીં નિરંતર ભટકતા રહેવા કરતા એક સ્થાન પર સ્થાયી નિવાસ કરીને મોટાં-મોટાં લોક – કલ્યાણકારી કાર્ય કરી શકાય છે. અન્યત્ર નિવાસની અપેક્ષા ચૈત્ય બનાવડાવીને તેમાં રહેવાનું ધર્મ-સાધનાની સાથે-સાથે ધર્મ-પ્રચારની દૃષ્ટિથી. પણ ઉચિત રહેશે. નિત્ય-નિયમિત પ્રભુ-પૂજા, સંકીર્તન, સૈદ્ધાંતિક શિક્ષણ, ઉપદેશ આદિને કારણે તે ચૈત્ય આગળ જતા ધર્મના સુદઢ ગઢ અને શિક્ષાના કેન્દ્ર બની જશે. જિનેન્દ્ર પ્રભુને પ્રાતઃ - સાયં ભોગ લગાડવા નિમિત્તે જે ભોગ્ય-સામગ્રી તૈયાર કરવામાં આવશે, તેનાથી ચૈત્યમાં નિયત-નિવાસ કરવાવાળા સાધુઓનું સારી રીતે ભરણ-પોષણ પણ થઈ જશે અને તે આધાકર્મી આહારના દોષથી પણ કાયમ બચેલા રહેશે. આ પ્રકારે ચૈત્યોના નિર્માણ અને તેમાં ભોજન આદિનો સમુચ્ચિત પ્રબંધ કરવા માટે જે શ્રાવક-શ્રાવિકા વર્ગ ધનરાશિનું દાન કરશે તે મહાન પુણ્યના ભાગી થશે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 2696969696969696969692 ૪૩]