________________
ભટ્ટારક પરંપરાના તત્ત્વાવધાનમાં મોટા પાયા પર સ્થાપિત અને સુસંચાલિત શિક્ષણ સંસ્થાનોમાં ઉચ્ચ કોટિનું શિક્ષણ પ્રાપ્ત કરવાવાળા સ્નાતકોમાંથી જે ભટ્ટારક-પદ પર આરૂઢ થયા, તેઓએ અને અન્ય વિદ્વાનોએ ન્યાય, વ્યાકરણ, દર્શન, મહાકાવ્ય વગેરે બધા વિષયો પર ઉચ્ચ કોટિના ગ્રંથોની રચના કરી. આ પરંપરાઓનાં દિગ્ગજ વિદ્વાનો દ્વારા નિર્મિત સાહિત્ય અને તેઓ દ્વારા કરેલા ધર્મપ્રચારનો જનમાનસ પર ઘણો વ્યાપક પ્રભાવ પડ્યો. તેનું પરિણામ એ આવ્યું કે શ્વેતાંબર તથા દિગંબર ભટ્ટારક પરંપરાઓ પણ ચૈત્યવાસી પરંપરાના સમાન સુદઢ, શક્તિશાળી અને લોકપ્રિય બની ગઈ. દેશના વિસ્તીર્ણ ભાગોમાં તેનું વર્ચસ્વ સ્થાપિત થઈ ગયું.
આ પ્રકારે ચૈત્યવાસી પરંપરા, શ્વેતાંબર-ભટ્ટારક પરંપરા, દિગંબરભટ્ટારક પરંપરા તેમજ યાપનીય સંઘ - આ ચારે પરંપરાઓના વધતા જતા પ્રભાવના પરિણામ સ્વરૂપ જૈન ધર્મનું વિશુદ્ધ મૂળ આધ્યાત્મિક સ્વરૂપ અને તેના અનુરૂપ વિશુદ્ધ શ્રમણાચારનું પાલન કરવાવાળી. મૂળ પરંપરાનો પ્રવાહ અને પ્રભાવ અનુક્રમશઃ ક્ષીણ થતો ગયો. છતાં પણ તે ઘોર સંક્રાંતિકાળમાં મૂળ શ્રમણ પરંપરા પૂર્ણ રીતે લુપ્ત થઈ નહિ.
ભટ્ટારક પરંપરાનો જન્મ કયા સમયમાં થયો ? - આ સંબંધમાં ઇતિહાસના વિદ્વાનો આજ સુધી કોઈ નિર્ણય ઉપર પહોંચી શક્યા નથી. કેટલાંક ઐતિહાસિક તથ્યોથી આ ફલિત થાય છે કે - “ભટ્ટારક પરંપરા વી. નિ. સં. ૯૮પના પૂર્વે જ પોતાની જડ જમાવી ચૂકી હતી.”
વિ. નિ.ની છઠ્ઠી શતાબ્દીના અંત સુધી શ્રમણ ભગવાન મહાવીરનાં શ્રમણ-શ્રમણી તેમજ શ્રાવક-શ્રાવિકરૂપી ચતુર્વિધ તીર્થ, તેઓ દ્વારા પ્રરૂપિત આગમિક આદર્શો પર પૂર્ણ નિષ્ઠાની સાથે અગ્રસર થતા રહ્યા. ભગવાન મહાવીરના યુગથી લઈને વિ. નિ.ની છઠ્ઠી શતાબ્દી સુધી સ્કૂલનાની (પતન) તરફ પ્રવૃત્ત થયેલાં શ્રમણ-શ્રમણીઓને સમજાવવામાં આવતું હતું. તેઓને દરેક રીતે સમજાવવા ઉપરાંત પણ પુનઃ સપથ પર આરૂઢ ન થવાવાળાઓને સંઘથી બહિષ્કૃત ઘોષિત કરવામાં આવતા હતા.
જૈન ધર્મમાં સંઘનું સર્વોપરી સ્થાન આપવામાં આવી રહ્યું છે. સંઘ જ્યાં સુધી સજાગ, સશક્ત અને અવિભક્ત રહ્યો ત્યાં સુધી તેમાં કોઈ પ્રકારની સ્કૂલના અથવા શૈથિલ્યને પાંગરવાનો અવકાશ રહ્યો નહિ, ૪૨ 3696969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)|