SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્રાટને એ વિનંતી પર કરાવડાવી હતી કે - “તેઓ લલિતાદિત્ય અને તેના (યશોવર્મનના)વચ્ચેના વિવાદને શાંત કરવામાં પણ મધ્યસ્થતા કરે.' કાશ્મીરરાજ લલિતાદિત્યના રાજકવિ કલ્હણે પોતાના ઐતિહાસિક મહત્ત્વના ગ્રંથ “રાજતરંગિણી'માં આ બંને રાજાઓ (લલિતાદિત્ય અને યશોવર્મન)ના વચ્ચે થયેલા વિવાદનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે - “કાશ્મીરના મહારાજા લલિતાદિત્ય અને કનોજરાજ યશવર્મનની વચ્ચે ઘણા સમયથી પરસ્પર મનદુઃખ ચાલી રહ્યું હતું. જેણે આખરે સંઘર્ષનું રૂપ લઈ લીધું. સંઘર્ષને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં જોઈને બંને જણે સંધિ (સુલેહ) કરવાનો વિચાર કર્યો. સંધિપત્રનો મુસદ્દો પણ તૈયારી કરી લેવામાં આવ્યો. પરંતુ તે સંધિપત્રના શીર્ષક “યશોવર્મન અને લલિતાદિત્યની વચ્ચે શાંતિ-સંધિને જોઈને લલિતાદિત્યના સંધિવિગ્રહિક મંત્રીએ પોતાના સ્વામી કાશ્મીરના મહારાજા લલિતાદિત્યના સંધિવિગ્રહિક મંત્રીએ પોતાના સ્વામી કાશ્મીરના મહારાજા લલિતાદિત્યના નામ પહેલા યશોવર્મનનું નામ લખવા સામે વિરોધ દર્શાવ્યો. બંને પક્ષોમાંથી કોઈ પણ પક્ષ પોતાના સ્વામીનું નામ બીજા સ્થાને રાખવા માટે સહમત ન થયા. તેનું ભયંકર પરિણામ એ આવ્યું કે યશોવર્મન અને લલિતાદિત્યની વચ્ચે સંધિ (સુલેહ) થતા થતા રહી લઈ. જોકે લલિતાદિત્યના સેનાપતિ લાંબા યુદ્ધથી કંટાળી ગયા હતા, તો પણ બંને પક્ષની સેનાઓએ યુદ્ધભૂમિમાં પોત-પોતાનો મોરચો સંભાળ્યો અને ભારતને શક્તિશાળી બનાવવાના સમઉદેશ્ય ધરાવનારા તે બંને રાજાઓની વચ્ચે ફરીથી ખૂબ જ ઘમાસાણ યુદ્ધ થયું. યુદ્ધમાં લલિતાદિત્યે યશોવર્મનને પરાજિત કર્યો અને તેને જડમૂળથી નષ્ટ કરી દીધો.” આ રીતે ભારતને અજેય શક્તિશાળી રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન અકાળે જ તૂટી ગયું. આ ભારત માટે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી કે, બે રાજાઓના થોથા (બોદા) અહમ્ અને તે રાજાઓના મંત્રીઓની દૂરંદેશી (દૂરદર્શિતા)ના અભાવમાં, ભારતની જે સેનાઓ ભવિષ્યમાં આવવાના ખરાબ દિવસોમાં દેશની રક્ષા કરવામાં કામમાં આવતી, તેના બદલે આપસમાં જ લડી કરીને નષ્ટ અથવા અશક્ત (કમજોર) થઈ ગઈ. ૧૦૪ 969696969696969696969ી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
SR No.005687
Book TitleJain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages290
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy