________________
સંઘ નહિ હોવાથી તેમજ સુગઠિત સંઘોના પ્રતિ જનસાધારણની શ્રદ્ધાભકિત હોવાના કારણે પ્રારંભિક-કાળમાં તે ભટ્ટારક જનસંપર્કમાં લાગી રહ્યા. તે ભટ્ટારકોએ ભૂમિદાન, દ્રવ્યદાન લેવું અને રૂપિયા-પૈસા આદિ પરિગ્રહ રાખવાનો પ્રારંભ કરી દીધો હતો.
શ્વેતાંબર, દિગંબર અને યાપનીય - આ ત્રણે સંઘોના શ્રમણોમાંથી જે જે શ્રમણ પૃથક થયા, તે ભટ્ટારક બન્યા. તેઓએ પ્રારંભમાં પોતાનો વેશ તે જ સંઘના શ્રમણોની સમાન રાખ્યો, જેમાંથી તે પૃથક થયા હતા. દિગંબર પરંપરાના ભટ્ટારકોએ અપવાદ રૂપમાં અનગ્ન રહેવાનો પ્રારંભ કરી દીધો હતો. ભટ્ટારક પરંપરાના પ્રારંભિક-કાળનું આ પ્રથમ સ્વરૂપ હતું. લગભગ વી. નિ. સં. ૬૪૦થી લઈને વી. નિ. સં. ૮૮૦૮૮૨ સુધી આ પરંપરાનું સામાન્ય રીતે આ જ સ્વરૂપ રહ્યું.
ઈ.સ. ૨૦૦ થી ૨૨૦(વી. નિ. સં. ૭૨૭ થી ૭૪૭)ના વચ્ચેના સમયમાં આચાર્ય સિંહનંદીએ દડિગ અને માધવ (રામ અને લક્ષ્મણ) નામના બે ઈક્વાકુવંશીય રાજકુમારોને અનેક વિદ્યામાં પારંગત કરીને તેઓના માધ્યમથી દક્ષિણમાં જેન-ધર્માવલંબી ગંગ-રાજવંશની સ્થાપના કરી. સિંહનંદીનાં જીવન-કાર્યોને જોઈને એ અનુમાન કરી શકાય છે કે - “તે યાપનીય પરંપરાના ભટ્ટારક હતા.'
| (ભટ્ટારક પરંપરાનું બીજું સ્વરૂપ)
વી. નિ.ની નવમી શતાબ્દીના અંતિમ ચરણમાં ભટ્ટારકોએ પોતાના સંઘોને સુગઠિત કરવાનો પ્રારંભ કર્યો. લોકસંપર્ક વધારવાના કારણે તેઓનાં સંગઠન સુદઢ થવા લાગ્યાં. મંદિરોમાં નિયત નિવાસ કરીને ભટ્ટારકોએ વિદ્યાર્થીઓને જૈન-સિદ્ધાંતનું શિક્ષણ આપવાનો પ્રારંભ કર્યો. ઔષધિ, મંત્ર-તંત્ર આદિના પ્રયોગથી જનમાનસ પર પોતાનો પ્રભાવ જમાવવાનો પ્રારંભ કર્યો. ભૌતિક આકાંક્ષાઓની પૂર્તિ-હેતુ જનમાનસનો ઝુકાવ ભટ્ટારકોની તરફ થવા લાગ્યો. પોતાનાં પાંડિત્ય અને ચમત્કાર પૂર્ણ કાર્યોના બળે કતિશય ભટ્ટારકોએ રાજાઓને પણ પોતાની તરફ આકર્ષિત કર્યા. તેઓએ રાજસભાઓમાં સન્માનરૂપ પદ સ્થાન પ્રાપ્ત કર્યા. કેટલાક ભટ્ટારકોને રાજ્યાશ્રય પ્રાપ્ત થયો. રાજાઓ દ્વારા સન્માનિત થતા તેમજ રાજગુરુ બનવાથી ભટ્ટારકોના સર્વસાધારણ પર જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 96969696969696969696969 ૪૫ |