________________
પણ પ્રભાવ વધવા લાગ્યો. જન-સહયોગ પ્રાપ્ત થવાથી ભટ્ટારકોએ મોટાં-મોટાં જૈનમંદિરનાં નિર્માણ, ઉચ્ચ સૈદ્ધાંતિક શિક્ષાનાં શિક્ષણ કેન્દ્રોની સ્થાપના, સંચાલન વગેરે અનેક મહત્ત્વપૂર્ણ કાર્ય પોતાના હાથમાં લીધાં. તે શિક્ષણ કેન્દ્રોથી ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરેલ વિદ્વાન સ્નાતકોએ ધર્મ, સમાજ અને સાહિત્યના ક્ષેત્રમાં અનેક ઉલ્લેખનીય કાર્ય કર્યા. આ ભટ્ટારક પરંપરાનું બીજું સ્વરૂપ હતું, જેનો ઉદય વિ. નિ. સં. ૭૮૪ની આસપાસ થયો. આ પરંપરાના પૂર્વાચાર્ય પ્રારંભમાં પ્રાય નિર્વસ્ત્ર, તે પછી અર્ધનગ્ન અને એક વસ્ત્રધારી રહેતા હતા. વિક્રમની તેરમી શતાબ્દીથી તે સવસ્ત્ર રહેવા લાગ્યા.
ભટ્ટારક પરંપરાના આ બીજા સ્વરૂપના આચાર્યોના ક્રમ (પંચસૂપાન્વયી) આચાર્ય વીરસેન(વી. નિ. સં. ૧૩૦૦)ના ગુરુ ભટ્ટારક ચંદ્રસેનથી આ પરંપરાના બાવનમાં ભટ્ટારક વીરસેન (વી. નિ. સં. ૨૪૦૬૨૪૬૫) સુધી ક્રમબદ્ધ ઉપલબ્ધ થાય છે.
| (ભટ્ટારક પરંપરાનું ત્રીજું સ્વરૂપ) ભટ્ટારક પરંપરાનું ત્રીજું સ્વરૂપ છે - મુખ્ય રૂપથી સવસ્ત્ર જ પંચ મહાવ્રતોની શ્રમણદીક્ષા અને મઠાધિપત્ય. ભટ્ટારક પરંપરાના આ ત્રીજા સ્વરૂપની સ્થાપના ઈ. સ. ૧૧૧૦ થી ૧૧૨૦ (વી. નિ. સં. ૧૬૩૭ થી ૧૬૪૭)ની વચ્ચેના કોઈક સમયે શિલાહાર-વંશીય કોલ્હાપુરનરેશ ગંડરાદિત્ય અને તેના મોટા સામંત નિબદેવની સહાયતાથી તેઓના ગુરુ મહામંડલેશ્વર આચાર્ય માઘનંદીએ કોલ્હાપુરમાં કરી.
ગંડરાદિત્ય અને સેનાપતિ નિંબદેવના સહયોગથી આચાર્ય માઘનંદીને ૭૭૦ કુલીન, કુશાગ્રબુદ્ધિ, બળવાન, સ્વસ્થ અને સુંદર કિશોર શિષ્યોના રૂપમાં મળ્યા. સિદ્ધાંતો અને બધી વિદ્યાઓના શિક્ષણ આપતા પહેલાં જ આચાર્ય માઘનંદીએ પોતાના સમસ્ત શિષ્યોને ભાવ-નિગ્રંથ દીક્ષા આપી.
તે ૭૭૦ શિષ્યોમાંથી સંપૂર્ણ આગમ-નિષ્ણાત, પ્રકાંડ વિદ્વાન મુનિ સિંહનંદીને આચાર્ય માઘનંદીએ આચાર્યપદ પર (ભટ્ટારક પરંપરાના પ્રથમ આચાર્યના રૂપમાં) નિયુક્ત કર્યા. મહારાજા ગંડરાદિત્યએ આચાર્ય [ ૪૬ 969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)