________________
આચાર્યનો ઉપદેશ સાંભળી બંનેના રોમ-રોમ વૈરાગ્યના રંગમાં રંગાઈ ગયા. તે બંને બ્રાહ્મણ યુવાનોએ આચાર્યદેવ પાસે શ્રમણધર્મની દીક્ષા અંગીકાર કરી લીધી. દીક્ષા પછી બંનેએ શાસ્ત્રોનું અધ્યયન કર્યું. મુનિ ભદ્રબાહુએ વિનયપૂર્વક બહુ નિષ્ઠાથી આગમોનું અધ્યયન કર્યું અને તેમની ગણના આગમ-મર્મજ્ઞ મુનિઓમાં થવા લાગી. બીજી બાજુ મુનિ વરાહમિહિરનો પૂરો ઝુકાવ ચમત્કાર પ્રદર્શનની તરફે રહ્યો. તેઓ પોતાના ગુરુ અને જ્યેષ્ઠ બંધુ ભદ્રબાહુની હિત-શિક્ષાઓની ઉપેક્ષા કરી માત્ર જ્યોતિષ શાસ્ત્રોના અધ્યયન-મનનમાં જ પોતાના જીવનની સફળતાને આંકવા લાગ્યા. વરાહમિહિરે ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ અને અન્ય જ્યોતિષ ગ્રંથોનું અધ્યયન ઊંડાણપૂર્વક રુચિથી કર્યું અને નિમિત્તજ્ઞાની બની ગયા. તેઓ પોતાના નિમિત્તજ્ઞાનના બળ પર પોતાને આચાર્યપદના વાસ્તવિક અધિકારી સમજવા લાગ્યા. પોતાના અંતિમ સમયમાં એમના ગુરુએ ઉત્તરાધિકારીના રૂપમાં કોઈ સુયોગ્ય શિષ્યનું ચયન કરવાનો નિશ્ચય કર્યો. આ સંબંધમાં વિચાર કરતા-કરતા તેમના મનમાં એક ગાથા આવી, જેનો અર્થ હતો કે - ગણધર જેવા ગરિમામય પદને ગૌત્તમ આદિ ધીર-ગંભીર મહાપુરુષોએ વહન કર્યું છે. આવા મહાન પદ પર જો કોઈ જાણી જોઈને, કોઈ અયોગ્ય અથવા અપાત્રને નિયુકત કરી દેવામાં આવે તો, તે ઘોર પાપનો ભાગી થાય છે.' આ વાતને ધ્યાનમાં રાખતા આચાર્યએ વરાહમિહિરને આચાર્યપદ માટે અયોગ્ય અને ભદ્રબાહુને આચાર્યપદ માટે યોગ્ય સમજી, મુનિ ભદ્રબાહુને પોતાના ઉત્તરાધિકારી ઘોષિત કરી તેમને આચાર્યપદ પ્રદાન કર્યું.
પોતાના ગુરુના આ નિર્ણયથી વરાહમિહિરના હૃદયને ઊંડો આઘાત લાગ્યો. તેઓ મનમાં ને મનમાં પોતાના જ્યેષ્ઠ ભ્રાતા ભદ્રબાહુથી ઈર્ષા અને વિદ્વેષ રાખવા લાગ્યા. તેમણે આને પોતાનું અપમાન સમજી, સદા માટે પોતાના ભ્રાતા મુનિ ભદ્રબાહુનો સાથ છોડી અન્યત્ર ચાલ્યા જવાનો નિશ્ચય કરી લીધો. તીવ્ર કષાય અને મિથ્યાત્વના ઉદયથી એમના મનમાં ભદ્રબાહુની વિરુદ્ધ વિદ્વેષાગ્નિ એટલી પ્રબળ વેગથી ભટકી ઊઠી કે એમણે પોતાના બાર વર્ષના શ્રમણજીવનને તિલાંજલિ આપીને, પુનઃ ગૃહસ્થ બની ગયા. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 969696969696969696969694 ૮૫ |