________________
આચાર્ય હરિભદ્રસૂરિ અને અન્ય આચાર્ય આચાર્ય હરિભદ્રસૂરિ
ચિત્રકૂટના મહારાજ જિતારિના રાજપુરોહિત શ્રી હરિભદ્ર પોતાના સમયના ઉચ્ચ કોટિના પ્રકાંડ વિદ્વાન હતા. તેઓ વેદ-વેદાંગના નિષ્ણાત વિદ્વાન અને બધી વિદ્યાઓમાં પારંગત હતા. તેમને પોતાના પાંડિત્ય પર
ભારે અભિમાન હતું. એક વાર માર્ગમાં ચાલતા-ચાલતા તેમણે એક જિનમંદિરમાં જિનેશ્વરની મૂર્તિ જોઈ, અને જોતાં જ ઉપહાસપૂર્ણ શબ્દોમાં પોતાના ઉદ્ગાર વ્યક્ત કર્યા.
એક દિવસ વધારે રાજકાર્યથી તેમને રાત્રે પણ વધારે સમય સુધી રાજપ્રાસાદમાં રોકાવું પડ્યું. રાત્રિમાં જ્યારે તેઓ પોતાના નિવાસ સ્થાને પરત ફરી રહ્યા હતા ત્યારે માર્ગમાં કોઈ વૃદ્ધાની મધુર સ્વર લહેરીઓના માધ્યમથી, નિમ્નલિખિત ગાથા તેમના કાનોમાં ગૂંજી ઊઠી :
ચક્કિદુર્ગી હરિપણગં, પણગં ચક્કીણ કેસવો ચક્કી । કેસવ ચક્કી કેસવ દુચક્કી કેસી ય ચક્કી ૫ ।। હરિભદ્રને આ ગાથા ઘણી મનોહારી પ્રતીત થઈ, પરંતુ તેઓ વારંવાર પ્રયાસ કરવા છતાં પણ તેનો અર્થ સમજવામાં અસફળ રહ્યા.
સવાર (પ્રભાત-પરોઢ) થતાં જ તેઓ પોતાના ઘરેથી નીકળ્યા અને સીધા તે ભવનની પાસે પહોંચ્યા, જ્યાં તેમણે રાત્રિમાં પેલી મનોહારી પદ્ય-ગાથા સાંભળી હતી. તે ભવનમાં પ્રવેશ કરતા જ દરવાજેથી તેમણે જોયું કે એક તપોપૂતા સૌમ્ય મુખાકૃતિવાળાં વૃદ્ધ સાી ત્યાં વિરાજમાન છે. હરિભદ્રે તે વૃદ્ધા સાધ્વીને પ્રણામ કરતા પૂછ્યું : અંબ (માતે) ! શું રાતે આપ જ, ચાક - ચિક્ય આદિથી ઓત-પ્રોત પદ્યનું ઉચ્ચારણ કરી રહ્યાં હતાં ?”
વૃદ્ધા સાધ્વીએ જવાબ આપ્યો : ‘‘હા પુત્ર.’’
વૃદ્ધા સાધ્વીની અનુભવી આંખોથી એ છૂપું ન રહી શક્યું કે - ‘આગળ જઈને આ યુવક જિનશાસનની ખૂબ જ પ્રભાવના કરવાવાળો થશે.'
હરિભદ્રે વિનંતી કરી : “માતે ! તમે મને એ પદ્યનો અર્થ સમજાવો. તે પદ્યનો અર્થ જાણવા માટે મારુ અંતર્મન ખૂબ જ આતુર છે.’ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૪૩૬
00 ૧૨૧