________________
વૃદ્ધા સાધ્વીએ જવાબમાં કહ્યું: “હે પુત્ર! જો તમને જિનઆગમોના ગૂઢ અર્થ જાણવાની તાલાવેલી હોય, તો તમારે તેના માટે અમારા ગુરુને મળવું પડશે. તેઓ તમને તેનો અર્થ બતાવશે.” - હરિભદ્ર ગુરુનું સ્થળ, નામ વગેરે પૂછીને આચાર્ય જિનભટ્ટસૂરિ પાસે પહોંચ્યા. આચાર્યનાં દર્શન કરતાંની સાથે જ હરિભદ્રના હૃદયમાં તેમના પ્રતિ ખૂબ શ્રદ્ધા ઉત્પન્ન થઈ. બીજી તરફ હરિભદ્રને જોતાં જ આચાર્ય જિનભટ્ટસૂરિના મનમાં વિચાર આવ્યો કે - “આ તે જ વિદ્વાન બ્રાહ્મણ તો નથી, જેને પોતાની વિદ્વત્તા પર ખૂબ ગર્વ છે, અને જે રાજા દ્વારા સંમાનિત પણ છે. આ અહીં શા પ્રયોજનથી આવ્યો હશે ?' તેમણે હરિભદ્રને કહ્યું: “ભદ્ર ! તમારું કલ્યાણ હો ! કહો, તમે અહીં શું પ્રયોજનથી આવ્યા છો?”
પુરોહિત હરિભદ્ર ખૂબ વિનમ્રતાથી નિવેદન કર્યું : “પૂજ્યવર ! મેં વરિષ્ઠ જૈન સાધ્વી મહારા યાકિનીના મુખેથી એક પ્રાકૃત પદે સાંભળ્યું છે. પૂરો પ્રયાસ કરવા છતાં પણ મને આ પદનો અર્થ સમજમાં નથી આવ્યો. મેં તેમને તે પદનો અર્થ બતાવવા વિનંતી કરી. તેમણે મને આપની સેવામાં ઉપસ્થિત થઈ મારી જ્ઞાનપિપાસા શાંત કરવાની સલાહ આપી છે. આથી હું આપની પાસે આવ્યો છું.”
ગુરુએ કહ્યું: “જૈન સિદ્ધાંતોનું જ્ઞાન અગાધ છે. જો ખરેખર તમને આ જ્ઞાન પ્રાપ્ત કરવાની ભૂખ હોય, તો તમારે મારું શિષ્યત્વ ગ્રહણ કરવું રહ્યું.” હરિભદ્ર, જિનભટ્ટસૂરિની પાસે જૈન દીક્ષા ગ્રહણ કરી લીધી અને તેમના શિષ્ય બની ગયા. - જિનભટ્ટસૂરિએ તે વૃદ્ધા સાધ્વીપ્રમુખાનો પરિચય આપતા કહ્યું :
સૌમ્ય ! તે સાધ્વી મારા ગુરુ ભગિની મહત્તા યાકિની છે. તે બધાં આગમોમાં પ્રવિણ અને બધી સાધ્વીઓમાં શિરોમણિ છે.”
મુનિ હરિભદ્ર વિનયપૂર્વક કહ્યું : “પૂજ્યવર ! ભવ-ભવાંતરોમાં ભ્રમણ કરાવવાવાળાં (કરાવનાર) શાસ્ત્રોમાં પારંગત વિદ્વાન હોવા છતાં પણ મને હવે એવું અનુભવ થાય છે કે - “હું મૂરખ જ રહ્યો. મારા પુણ્યોદયથી જ, મારી આ ધર્મમાતા યાકિની મહારાએ મારા કુળની કુળદેવીની જેમ મને પ્રબુદ્ધ કર્યો છે.” ૧૨૨ 999999999999 જેન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)