________________
તે જ દિવસથી મુનિ હરિભદ્ર પોતાની જાતને “યાકિની મહત્તરા સૂન' (યાકિની મહત્તાનો પુત્ર) કહેવાનું, લખવાનું અને ઓળખવાનું શરૂ કરી દીધું. અહર્નિશ ગુરુચરણોની સેવામાં રહેતા મુનિ હરિભદ્ર આગમગ્રંથોનો અભ્યાસ કરવાનો પ્રારંભ કર્યો. અથાગ શ્રદ્ધા-ભક્તિ ને નિષ્ઠાપૂર્વક અધ્યયન કરીને તેમણે આગમોનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યું.
આચાર્ય જિનભટ્ટસૂરિએ પોતાના શિષ્યને દરેક રીતે આચાર્યપદ માટે યોગ્ય સમજીને શુભ મુહૂર્તમાં તેમને આચાર્યપદથી અલંકૃત કર્યા. આચાર્યપદ પર આરૂઢ થયા પછી હરિભદ્રસૂરિ વિવિધ સ્થળો પર અપ્રતિહત વિહાર કરતા કરતા જૈન ધર્મનો પ્રચાર-પ્રસાર કરવા લાગ્યા. તેમણે અનેક ભવ્ય આત્માઓને પ્રતિબોધિત કર્યા.
હરિભદ્ર સૂરિના બે ભાણેજ હંસ અને પરમહંસે ઉત્કૃષ્ટ ભાવનાથી આચાર્ય હરિભદ્રસૂરિ પાસે શ્રમણધર્મની દીક્ષા ગ્રહણ કરી. તે બંને તેમની પાસે વિદ્યાધ્યયન કરવા લાગ્યા. આચાર્ય હરિભદ્ર થોડાક જ સમયમાં તે બંને મુનિઓને આગમ અને ન્યાયશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન બનાવી દીધા. બંને મેધાવી મુનિઓને મનમાં બૌદ્ધ દર્શન અને બૌદ્ધ તર્કશાસ્ત્રનો અભ્યાસ કરવાની તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થઈ. બંને મુનિઓએ પોતાના મનની ઈચ્છાની વાત આચાર્ય હરિભદ્રસૂરિ સમક્ષ પ્રગટ કરી. તેમની ઇચ્છા સાંભળીને, આચાર્યએ પોતાના નિમિત્તજ્ઞાનની મદદથી ભાવિમાં થનારા અનિષ્ટની આશંકાથી બંને મુનિઓને ત્યાં જ રહીને અભ્યાસ કરવાની સલાહ આપી અને કહ્યું : “અહીં પણ ઘણા ઉચ્ચ કોટિના વિદ્વાન છે, તેમની પાસે રહીને પોતાનું ઈચ્છિત જ્ઞાન પ્રાપ્ત કરો.” પરંતુ બંનેની સતત વિનંતી પર હરિભદ્રએ પોતાની ઇચ્છા ન હોવા છતાં તેમને સુદૂરસ્થ નગરમાં અધ્યયન કરવા માટે - જવાની પરવાનગી આપી. - તે બંને ગુરુને પ્રણામ કરી બૌદ્ધદર્શનનું અધ્યયન કરવા માટે જવા રવાના થયા. બંને છદ્મવેશ ધારણ કરી, તે બધાં ચિહ્ન જેનાથી તેઓના જૈન હોવાનો સંકેત પણ કોઈને ના મળે, માટે પૂર્ણતઃ સંતાડીને, ચાલતા-ચાલતા એક દિવસ એક બૌદ્ધ રાજ્યના પાટનગરમાં જિન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩) 333333333333] ૧૨૩]