________________
ને અંકિત કરાવીને પોતાના રાજ્યમાં ઘોષણા કરાવી કે, જે કોઈ વ્યક્તિ આ અપૂર્ણ કોયડાને પૂર્ણ કરી દેશે તેને આમરાજ એક લાખ સુવર્ણમુદ્રા ઇનામ-રૂપે આપશે.
દરિદ્ર બનેલ અને દુઃખી વ્યક્તિએ, આ કોયડાને મબલખ ધનપ્રાપ્તિનું સાધન સમજીને તે કોયડાને એક કાગળમાં લખી લીધો. અને તે જગ્યાએ-જગ્યાએ બપ્પભટ્ટીને શોધતાં શોધતાં છેવટે એક દિવસ લક્ષણાવતી નગરીમાં બપ્પભટ્ટીની સેવામાં પહોંચી ગયો. બપ્પભટ્ટીએ તરત જ નિમ્ન લિખિત શ્લોકનો ઉચ્ચારણ કરતાં કોયડાને પૂર્ણ કરી દીધોઃ
શસ્ત્ર શાસ્ત્ર કૃષિ વિંધા, અન્યો યો યેન જીવતિ | સુગૃહીત હિ કવ્ય, કૃષ્ણસર્પ મુખ યથા || તે વ્યક્તિ લક્ષણાવતીથી કાન્યકુબ્ધ પાછો ફર્યો અને આમરાજની સેવામાં ઉપસ્થિત થઈ તેણે પૂરો શ્લોક કાન્યકુબ્બશ્વરની સામે પ્રસ્તુત કર્યો. આમરાજ કોયડાની પૂર્તિથી ખૂબ જ ખુશ થયો. તરત જ તે વ્યક્તિને એક લાખ સુવર્ણમુદ્રા આપતાં આમરાજે તેને પૂછવાથી તેણે જણાવ્યું કે - “આ કોયડાની પૂર્તિ આચાર્યશ્રી બપ્પભટ્ટીએ કરી આપી છે, અને હાલમાં તેઓ ગૌડાધિપતિ મહારાજ ધર્મની રાજસભાની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે.”
બીજા જ દિવસે આમરાજે પોતાના ખાસ પ્રતિભાસંપન્ન અમાત્યની સાથે આચાર્ય બપ્પભટ્ટીની સેવામાં એક પત્ર મોકલ્યો, જેમાં ક્ષમાયાચના બાદ અંતરની તલસ્પર્શી ભાવવાહી ભાષામાં તેમને તત્કાળ કનૌજ પાછા ફરવાની વિનંતી કરવામાં આવી. - તે દૂતને બપ્પભટ્ટીએ, રાજા ધર્મને પોતે આપેલા વચનનું વર્ણન સંભળાવતા કહ્યું: “જ્યાં સુધી આમરાજ અદ્ભુત કૌશલ્યથી જાતે મહારાજા ધર્મની સમક્ષ હાજર થઈ મને પોતાને ત્યાં પાછા લઈ જવાની વાત ન કરે, ત્યાં સુધી લક્ષણાવતી નહિ છોડવા માટે હું વચનબદ્ધ છું. આથી જઈને આમરાજને કહેજો કે - “તેઓ જલદીથી અહીં આવે અને અમારી પ્રતિજ્ઞા પૂરી કરે.” જેથી હું શીઘ્રતાથી કનૌજ આવી શકું.”
બપ્પભટ્ટીએ ગૂઢ અર્થવાળા છંદોની રચના કરી, આ અનુસંધાને પોતાનો સંદેશો પણ અમાત્યની સાથે આમરાજ પાસે મોકલ્યો. પોતાના જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 2663696969696969696969, ૧૬૧ |