________________
ઊભા રહેલા જોઈને છોકરાઓ તેમના પર વધુ તીવ્રતાથી પથ્થર અને ઇંડાનો વરસાદ કરવા લાગ્યા. તેમના અંગે-અંગમાંથી લોહીની ધારાઓ વહેવા લાગી. પરંતુ બોધાઋષિ એમ સમજીને કે - “મારા કર્મબંધન આ અબોધ બાળકો દ્વારા કપાઈ રહ્યાં છે, શુભ ધ્યાનમાં લીન રહ્યા. તેમના મનમાં રજમાત્ર પણ આવેશ ઉત્પન્ન થયો નહિ. નિરપરાધ (નિદૉષ), ક્ષમાસાગર બોધાઋષિ ઉપર તે ઉદંડ છોકરાઓ દ્વારા કરવામાં આવી રહેલા નિર્દયતાપૂર્ણ પ્રહારોને ન જોઈ શકવાથી તે સ્મશાનમાં હયાત (હાજર) કોઈ દિવ્ય શક્તિ ક્રોધિત થઈ ગઈ. તે જ ક્ષણે તે ઉદંડ છોકરાઓના મો-નાકમાંથી લોહીની ધારાઓ વહેવા લાગી. ક્ષણવારમાં જ તે કુમાર્ગગામી છોકરાઓ પોત-પોતાનાં ઘર તરફ એવા ભાગ્યા, જાણે એક ધડાકાના અવાજથી ચકલીઓનું ઝૂંડ ઊડયું હોય. તે પોતાના છોકરાઓના મો-નાકમાંથી વહેતી લોહીની ધારાઓ જોઈને તેમનાં મા-બાપ, સગાં-સંબંધી અને આડોશ-પાડોશના આબાલવૃદ્ધ તે છોકરાઓની ચારે બાજુ ભેગા થઈ ગયાં. લોહીના પ્રવાહને રોકવાના ઘણા ઉપાય કર્યા, પણ બધા વ્યર્થ થયા. એક વૃદ્ધ વૈદ્ય કહ્યું : બધાને એકીસાથે સરખી રીતે લોહી વહી રહ્યું છે, માટે આ કોઈ વ્યાધિ (બીમારી-રોગ) નથી, પરંતુ કોઈ દેવીપ્રકોપ લાગે છે.”
તે છોકરાઓને સાંત્વનાભર્યા શબ્દોમાં પૂછવાથી એક છોકરાએ બધી હકીકત બતાવી. તે છોકરાની વાત સાંભળીને ગામના આબાલવૃદ્ધ સ્મશાનની પાળ તરફ ઊમટી પડ્યા. તેમણે જોયું કે બોધાઋષિના અંગે-અંગ ઈજાઓથી ઘાયલ થયેલું છે. ઘોર તપશ્ચર્યાના કારણે તેમના શરીરનું લોહી તો સુકાઈ ગયું છે, છતાં પણ ઘામાં લોહીના કણ ચમકી રહ્યા છે. બધા ગામવાસીઓ તે ઉદંડ અને નિર્દયી બ્રાહ્મણ પુત્રો તરફ તિરસ્કાર અને ક્રોધપૂર્ણ દૃષ્ટિથી જોવા લાગ્યા.
લોહી ઓકતા છોકરાઓનાં મા-બાપ, બૌધાઋષિનાં ચરણો સામે પોતાનું માથું પૃથ્વી પર રગડી-રગડીને પોતાનાં બાળકોને માફ કરી દેવાની ભીખ માંગવા લાગ્યાં. બોધાઋષિ ધ્યાનમુદ્રામાં નિશ્ચલ ઊભા હતા. તેમના મુખમંડલ પર પ્રશાંત મહાસાગર જેવી શાંતિનું અખંડ સામ્રાજ્ય બિરાજમાન હતું. | જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 96969696969696969696963 ૨૦૩ |